– કોરોના સામેની લડાઈમાં જનભાગીદારીને તાકાત બનાવી: દેશને અભિનંદન આપતા વડાપ્રધાન
નવી દિલ્હી : દેશમાં 100 કરોડ વેકસીન ડોઝની હાંસલ કરાયેલી સિદ્ધિ પર આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અભિનંદન આપતા કહ્યું હતું કે 100 કરોડ ડોઝ અને તેનું વેકસીનેશન એ કોઈ એક આંકડો નહી પણ ભારતની આત્મનિર્ભરતા અને સામર્થ્યનું પ્રતિક છે તથા આ માટે આજે સમગ્ર દેશ ગૌરવ અનુભવી શકે છે.વન બીલીયન ડોઝ ગઈકાલે હાંસલ કરાયેલી સિદ્ધિ પર આજે રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન શ્રી મોદીએ કહ્યું કે ભારતની આ ઉપલબ્ધી પર સમગ્ર વિશ્વ અચંબીત બની ગયા છે.વિશ્વના અનેક દેશોમાં આજે વેકસીન લેવા પર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવે છે અને વેકસીનેશન એક પડકાર બની ગયો છે પણ ભારતમાં લોકોએ ઝડપથી 100 કરોડ ડોઝની સિદ્ધિ હાંસલ કરી છે.
* ઉત્પાદનથી ટીકાકરણ- તમામમાં વૈજ્ઞાનિક અભિગમ- કોવિન પ્લેટફોર્મ વિશ્વમાં અનોખુ
વડાપ્રધાન શ્રી મોદીએ તેના માટે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ ને યશ આપ્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું કે આ 100 કરોડ વેકસીનથી ભારતમાં એ આત્મવિશ્વાસ પણ વધ્યો છે કે દેશ કઠીનમાં કઠીન કામ પણ કરી શકે છે. ભારતના વેકસીનેશન પ્રોગ્રામની અન્ય દેશો સાથે તુલના પણ કરી શકાય નહી. શ્રી મોદીએ જણાવ્યું કે આ સદીની સૌથી મોટી મહામારી સામે પણ ભારત લડી શકે છે તે નિશ્ચીત કરી દીધું છે.જયારે કોરોના મહામારી આવી અને વેકસીનનો પ્રશ્ન ઉપસ્થિત થયો તો એ પ્રશ્ન હતો કે ભારતને વેકસીન મેળવી શકશે? શું ભારત પાસે એટલા પૈસા છે તે દેશના દરેક નાગરિકને વેકસીન આપી શકે, શું કોઈ દેશ ભારતને વેકસીન આપશે, પણ બદલાતા જવાબ મળી ગયા છે.
* આ ફકત એક આંકડો નથી ભારતની વૈશ્વીક ક્ષમતા છે: વિશ્વના કોઈ દેશ તુલના કરી શકે તેમ નથી
સમગ્ર દેશમાં તમામને એ પણ મફત વેકસીન આપીને ભારતને દુનિયાની સ્વીકૃતિ મળી છે અને આજે પુરો વિશ્વ દેશની તાકાત અને ક્ષમતા જુએ છે. શ્રી મોદીએ કહ્યું કે દેશમાં કોઈ ભેદભાવ વગર વીઆઈપી કલ્ચર વગર વેકસીન અપાઈ છે.વેકસીન આ દેશના દરેક નાગરિકનો સમાન અધિકાર રહે તે નિશ્ચીત કર્યુ છે અને એક જ દિવસમાં 1.40 કરોડ ડોઝ લગાવીને નવી સિદ્ધિ મેળવી છે. શ્રી મોદીએ કહ્યું કે ભારતના પુરો વેકસીનેશન પ્રોગ્રામ વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણ પર આધારીત છે.ભારતે વિશ્વના કોઈપણ દેશ કરતા અધિક વેકસીન ઉત્પાદીત કરી છે અને તે વિતરણ ટીકાકરણમાં પણ પુરો વૈજ્ઞાનિક અભિગમ અપનાવાયો હતો.દેશનું કોવિડ પ્લેટફોર્મ પણ વિશ્વમાં અનોખુ બની રહ્યું હતુ.આજે તેનાથી દેશમાં નવો આશાવાદ આવ્યો છે. મોદીએ દેશના વિકસતા અર્થતંત્ર કૃષિ વિ.નો ઉલ્લેખ કર્યો હતો.
માસ્ક પહેરવાનું હજું ચુકવાનું નથી
યુદ્ધ હજુ ચાલુ છે હથિયાર હેઠા મુકી શકાય નહી: વડાપ્રધાનની તાકીદ : આપણે માસ્કને હવે સ્વભાવ બનાવીએ: મોદી
નવી દિલ્હી: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના સામેની લડાઈ હજુ પુરી થઈ નથી અને તેથી માસ્ક માટે ખાસ આગ્રહ રાખતા કહ્યું હતું કે યુદ્ધ ચાલુ હોય તો તે સમયે આપણે હથિયાર હેઠા મુકી શકીએ નહી.હું દરેકને હવે માસ્કની આદત બનાવી લેવા વિનંતી કરું છું.જેઓએ વેકસીન લીધી નથી તેઓ ખાસ માસ્ક પહેરે અને જેઓએ લીધી છે તેઓ માસ્ક પહેરીને અન્ય લોકોને માસ્ક પહેરવા માટે પ્રેરણા આપે.માસ્ક એ મહામારીમાં બચાવનું સૌથી મોટું હથિયાર છે