વિશ્વના ૧૫૭ દેશોમાં કોરોના વાયરસે ડાકલા વગાડતા શેરબજારનું ધબાય નમઃ…આજે ૨૫૦૦થી વધુ પોઈન્ટનો કડાકોઃ નિફટી વધુ ૭૦૦ પોઈન્ટ તૂટીઃ ડોલર સામે રૂપિયો ૭૪.૩૦ :બહુચર્ચિત એસબીઆઈ કાર્ડના આઈપીઓના લીસ્ટીંગે નિરાશ કર્યાઃ ૧૩ ટકા ડીસ્કાઉન્ટમાં લીસ્ટીંગઃ એનએસઈમાં ૬૬૧ ઉપર તથા બીએસઈમાં ૬૬૮ ઉપર લીસ્ટીંગ થયો આઈપીઓઃ યસ બેન્ક ૫૦ ટકા જેટલો ઉછળ્યોઃ શેરબજારને ભરડામાં લેતો કોરોના વાયરસઃ મીડકેપ-સ્મોલ કેપ ૫ – ૫ ટકા તૂટયાઃ રોકાણકારોના વધુ ૬.૨૫ લાખ કરોડ ઓગળી ગયા
મુંબઈ, તા. ૧૬ :. વિશ્વભરના શેરબજારો ઉપર કોરોનાનો કહેર જારી છે.૧૫૭ દેશોમાં આ વાયરસે ડાકલા વગાડતા વિશ્વના બજારો એકધારા તૂટી રહ્યા છે.આજે પણ ભારતીય શેરબજાર ખુલતા જ ધડામ થઈ ગયુ હતું.સેન્સેકસ ૧૦૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૩૩૧૦૩ ઉપર ખૂલ્યો હતો આ જ રીતે નિફટી પણ ૯૫૮૭ ઉપર ખૂલ્યો હતો.જોતજોતામાં વેચવાલી વધતા સેન્સેકસ અકિલા ૨૫૦૦ પોઈન્ટ ઘટીને ૩૧૬૦૦ ઉપર પહોંચી ગયો હતો.આ જ રીતે નિફટી પણ ૭૦૦ પોઈન્ટ ઘટીને ૯૨૪૫ ઉપર પહોંચી ગઈ હતી.કોરોનાથી બચવા માટે અમેરિકી ફેડરલ રીઝર્વ અને અન્ય કેન્દ્રીય બેન્કોના પગલા રોકાણકારોને પચી શકયા નથી.દરમ્યાન આજે બહુચર્ચિત એસબીઆઈ કાર્ડના આઈપીઓનું લિસ્ટીંગ થયુ છે.રોકાણકારોને આ આઈપીઓમાંથી તગડી કમાણીની આશા હતી જેના પર પાણી ફરી વળ્યુ છે.આ આઈપીઓ આજે બીએસઈમાં ૧૩ ટકા ડીસ્કાઉન્ટથી ૬૫૮ ઉપર તથા એનએસઈમાં ૬૬૧ ઉપર લીસ્ટ થયો છે.આ આઈપીઓએ લો સપાટી ૬૯૯ તથા હાઈમાં ૭૫૩ દર્શાવી હતી.ઈસ્યુ પ્રાઈઝ ૭૫૫ની હતી.આજે પણ શેરબજાર તૂટતા રોકાણકારોએ માત્ર ૧૫ મીનીટમાં ૬.૨૫ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.આજે યસ બેન્કનો શેર ૪૮ ટકા વધી ૩૭.૬૫ પોઈન્ટ ઉપર પહોંચ્યો છે.છેલ્લો ભાવ ૩૬.૮૦ છે.આ લખાય છે ત્યારે સેન્સેકસ ૨૫૦૩ પોઈન્ટ ઘટીને ૩૧૬૦૦ અને નિફટી ૭૦૯ પોઈન્ટ ઘટીને ૯૨૪૫ ઉપર છે.ડોલર સામે રૂપિયો ૭૪.૩૦ ઉપર ટ્રેડ કરે છે.યસ બેન્ક ૩૬.૮૦, સીબીઆઈ ૧૩,ઈન્ડીયા સિમેન્ટ ૯૪, ગ્લેનમાર્ક ૨૨૫,અવંતી ૩૩૬, ટેક સોલ્યુ. ૫૫,જીઆઈસી હાઉસીંગ ૬૮, ડીસ ટીવી ૫.૬૭, હિન્દુ પેટ્રો ૨૦૬, ટેક મહિન્દ્ર ૫૯૯, ટાટા સ્ટીલ ૨૯૬, આઈસીઆઈસીઆઈ ૪૦૬, એકસીસ ૫૧૫, ઈન્ડસ ઈન્ડ ૬૬૭, રેડીકો ૩૦૦, બાલકૃષ્ણ ૮૯૬, વેલસ્પન ૨૮, પીરામલ ૮૯૬, બંધન ૨૭૯, પ્રેસ્ટીજ ૨૦૮, આરબીએલ બેન્ક ૧૬૦ ઉપર છે.મીડકેપ અને સ્મોલ કેપ ૫ – ૫ ટકા તૂટયા છે.તમામ સેકટરના શેર આજે તૂટયા હતા.શેરબજારને કોરોનાએ ડંખ લગાવ્યો છે.ભારે વેચવાલી જોવા મળી રહી છે.અમેરિકી ફેડરલ રીઝર્વે વ્યાજ દર ઘટાડયો તેની પણ બજાર પર કોઈ અસર જોવા મળી નથી.આજે એસબીઆઈ કાર્ડનું નબળુ લીસ્ટીંગ થયુ છે.બીએસઈમા આ શેર ૬૫૮ ઉપર તો એનએસઈમાં ૬૬૧ ઉપર લીસ્ટીંગ થયો છે.આ લીસ્ટીંગ ૨૬ ઘણો ભરાયો હતો અને ૨ થી ૫ માર્ચ સુધી ખુલ્યો હતો.કોરોના વાયરસની અસર આ શેરના આઈપીઓ પર પડી છે.લોકોને આ ઈસ્યુ થકી મોટી કમાણીની આશા હતી પરંતુ તે ઠગાડી નિવડી છે.ગ્રે માર્કેટમાં ફેબ્રુઆરીના અંતે શેરમાં રૂ. ૩૮૦નુ પ્રિમીયમ બોલતુ હતુ જે શુક્રવારે ઘટીને ૫ થી ૮ થઈ ગયુ હતું.