મુંબઈ : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારી સમીર વાનખેડેએ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેને પૂછપરછ માટે બોલાવી હતી.પરંતુ તે સતત નિર્ધારિત સમય કરતા મોડી આવતા તેમણે તેમણે અનન્યા પાંડેને બરાબર ફટકાર લગાવી.સૂત્રોના હવાલે આવેલા ખબર મુજબ શુક્રવારે થયેલી પૂછપરછમાં પણ અનન્યા પાંડે મોડેથી પહોંચી હતી.ત્યારબાદ NCB ના ઝોનલ ડાયરેક્ટરે પૂછપરછ શરૂ કરતા પહેલા આકરી ફટકાર લગાવી.
સાડા ત્રણ કલાક લેટ પહોંચી અનન્યા
વાત જાણે એમ છે કે એનસીબીએ શુક્રવારે સતત બીજા દિવસે અનન્યાને પૂછપરછ માટે બોલાવી હતી. એનસીબીએ અનન્યાને સવારે 11 વાગ્યાનો સમય આપ્યો હતો.પરંતુ તે ટાઈમ પર પહોંચી નહીં અને બપોરે 2.30 વાગે એનસીબી ઓફિસ પહોંચી. આ અગાઉ ગત ગુરુવારે પણ અનન્યાને એનસીબીએ 2 વાગે ઓફિસ બોલાવી હતી પરંતુ તે સાંજે ચાર વાગે પહોંચી.આ કારણે એનસીબી પોતાની પૂછપરછ પૂરી કરી શકી નહીં.આવામાં સતત બીજા દિવસે મોડા આવવાના કારણે વાનખેડે, ગઈ કાલે એટલે કે શુક્રવારે અનન્યા પાંડે પર ભડકી ગયા અને તેમણે તેને કાયદાનું મહત્વ સમજાવ્યું. વાનખેડેએ અનન્યાને ફટકાર લગાવીને કહ્યું કે તમને 11 વાગે બોલાવ્યા હતા અને તમે હવે આવો છો.અધિકારી તમારા ઈન્તેજારમાં નથી બેઠા.આ કોઈ પ્રોડક્શન હાઉસ નથી પરંતુ એક સેન્ટ્રલ એજન્સીની ઓફિસ છે.આથી જેટલા વાગે બોલાવવામાં આવે તે સમયે પહોંચી જાઓ.
શું છે મામલો?
વાત જાણે એમ છે કે મુંબઈ ડ્રગ્સ પાર્ટી મામલે NCB ની તપાસનો દાયરો વધી રહ્યો છે.બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને તેના મિત્ર આ મામલે જેલના સળિયા પાછળ છે.જ્યારે હવે આ કેસમાં અભિનેત્રી અનન્યા પાંડે પણ એનસીબીની રડાર પર છે.શુક્રવારે અનન્યા પાંડેની આ મામલે સતત બીજીવાર પૂછપરછ થઈ.પરંતુ તે એનસીબીના ઓફિસે નિર્ધારિત સમયની જગ્યાએ 3 કલાક લેટ પહોંચી. તેનું આ રીતે લેટ પહોંચવું એનસીબીને બિલકુલ ગમ્યું નહીં.જેથી કરીને અનન્યાએ ફટકાર ખાવી પડી.

