છત્તીસગઢમાં ગૌરા-ગૌરી પૂજાની ઉજવણીની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે.ગોવર્ધન પૂજા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેશ બધેલેને હાથ પર ચાબુક મારવામાં આવ્યું હતું.આ પૂજા દરમિયાન ચાબુક મારવાનો રિવાજ છે.લોકોનું કહેવું છે કે આવું કરવાથી બધા દુઃખ અને મુશ્કેલીઓનું નિરાકરણ આવે છે.
હકીકતમાં, મુખ્યમંત્રી ગોવર્ધન પૂજા દરમિયાન ઉજવાતા ગૌરા ગૌરી ઉત્સવમાં ભાગ લીધો હતો અને કુશના બનેલા ચાબુકથી તેમના હાથ પર માર મારવામાં આવ્યો હતો.આ પૂજામાં હાજર એક બૈગા સમાજના સદસ્યએ મુખ્યમંત્રી બધેલના હાથો પર 8 વાર ચાબુકથી વાર કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેશ બધેલ દિવાળી પર્વના બીજા દિવસે જંજગિરી ગામમાં આયોજિત ગૌરા-ગૌરી તિહાર પૂજામાં સામેલ થયા હતા.તેમણે ગામના લોકો સાથે મળીને ગૌરા-ગૌરીની પૂજા કરી હતી.ગૌરા-ગૌરી પૂજા છત્તીસગઢ પ્રદેશમાં વર્ષોથી મનાવવામાં આવતી એક પરંપરા છે.આ પૂજા દરમિયાન તેમણે ચાબુક પરંપરાનું પણ પાલન કર્યું હતું.