યેરૂશલેમ, તા. 16 માર્ચ 2020 સોમવાર
કોરોના વાયરસના કારણે ઈસ્લામમાં ત્રીજા સૌથી પવિત્ર સ્થળ મસ્જિદ અલ અક્સાને અનિશ્ચિતિકાળ માટે બંધ કરી દેવાઈ છે. આ ઈઝરાયલની રાજધાની યેરૂશલમમાં છે. કોરોના વાયરસના કારણે જોતા મસ્જિદના ડાયરેક્ટર શેખ ઉમર કિસવાનીએ રવિવારે એ જાણકારી આપતા કહ્યુ કે નમાજ બહાર થશે અને મસ્જિદ બંધ કરી દેવાઈ છે.
સાઉદી અરબના મક્કામાં સ્થિત મસ્જિદ અને મદીનામાં સ્થિત અલ નબવી બાદ યેરૂશલેમમાં સ્થિત અલ અક્સા ઈસ્લામમાં ત્રીજુ પવિત્ર સ્થાન છે. ત્યાં પશ્ચિમ એશિયામાં કોરોના વાયરસથી ઈરાન ખરાબ રીતે પ્રભાવિત છે. અહીં બીમારી સામે ઉકેલ મેળવવા માટે દળની અધ્યક્ષતા કરી રહેલા એક અધિકારીએ રવિવારે માન્યુ કે આ મહામારીને દેશની સ્વાસ્થ્ય સેવાઓને ખરાબ રીતે પ્રભાવિત કરી છે.
ઈરાનમાં કોરોના વાયરસના લગભગ 13000 કેસની પુષ્ટિ કરાઈ છે. 600થી વધારે લોકોના મોત થયા છે. કોરોના વાયરસ સામે લડવા દળની અધ્યક્ષતા કરી રહેલા અલી રજા જાલીના હવાલાથી ઈરાનની સરકારી સમાચાર એજન્સી ઈરનાનું કહેવુ છે કે જો સ્થિતિ વધુ ખરાબ થઈ તો સંક્રમણમાંથી ઉકેલ મેળવવો અઘરો થશે.