– જીએસટીના ક્લાસ વન ઑફિસરોની ફરિયાદ: હસમુખ પ્રજાપતિની નિમણૂક સામે પણ સવાલ ઊઠાવાયો
– આઈએએસને બદલે ઇન્ડિયન રેવન્યુ સર્વિસના સમીર વકીલની સ્પેશિયલ કમિશનરપદે થયેલી નિમણૂક સામે સવાલ ઊઠાવાયો
અમદાવાદ : ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના અધિકારીઓને ભોગે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારી સમીર વકીલની કરવામાં આવેલી નિમણૂક સામે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુપર ક્લાસ-૧ ઑફિસર્સ એસોસિયેશને વાંધો ઊઠાવતો એક પત્ર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે.જીએસટીના કમિશનર,સ્પેશિયલ કમિશનર અને જોઈન્ટ કમિશનરના હોદ્દાઓ પર નિમણૂક કરવામાં ભેદભાવ ન રાખવાની માગણી પણ તેમણે કરી છે.આઈએારએસની સ્પેશિયલકમિશનરના હોદ્દા પર નિમણૂક કરવાથી રાજ્યના મુખ્યમંત્રી કે નાણાં મંત્રીનું પણ તેમના પર નિયંત્રણ રહેતું નથી.
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે સમીર વકીલ અત્યાર સુધી ઇન્કમ ટેક્સ એટલે કે ડાયરેક્ટ ટેક્સ સાથે સંકળાયેલા ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારી હતા.તેમની પાસે ઇન્ડાયરેક્ટ ટેક્સ એટલે કે જીએસટીનો બહોળો અનુભવ નથી. તેથી સ્પેશિયલ કમિશનરના હોદ્દા પર તેમની કરવામાં આવેલી નિમણૂક હોદ્દાને ન્યાય આપી શકે તેવ ીજ નથી.આઈએએસકેટેગરીમાંથી આ હોદ્દા માટ ેયોગ્ય અધિકારી ન મળે તો સિલેક્ટ લિસ્ટમાંથી તે જગ્યા ભરવાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. અન્ય વિભાગના નોન આઈએએસ અધિકારીથી તે જગ્યા ભરવાની જોગવાઈ જ નથી.જીએસટીના અધિકારીઓને પ્રતિનિયુક્તિ પર આવકવેરા ખાતામાં મૂકવામાં આવતા જ નથી.
આજ રીતે અધિક કમિશનરના હોદ્દા પર હસમુખ પ્રજાપતિની કરવામાં આવેલીનિમણૂક પણ નિયમ વિરુદ્દ હોવાનીફરિયાદ કરવામાં આવી છે.અધિક વેચાણ વેરા કમિશનરની કરવસૂલાત માટે કરાતી નિમણૂક અંગેના ઠરાવમાં પણ લખવામાં આવેલું નથી કે અધિક વેચાણ વેરા કમિશનર જીએએસ કેડરના હશે.આ જગ્યા હંગામી ધોરણે એક વર્ષ માટે ઊભી કરવામાં આવી હતી. છતાં આ હોદ્દાઓ પર જીએએસ કેડરના જ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે.આ પ્રકારે થયેલી નિમણૂકો રદ કરી દેવાની માગણી પણ કરવામાં આવી છે.
અધિક રાજ્ય વેરા કમિશનરની ત્રણ જગ્યાઓ પણ જી.એ.એસ. કેડરના અધિકારીઓથી જ ભરવામાં આવી છે તે પણ એક આશ્ચર્ય જનક બાબત હોવાનું જણાવી તેની સામે પણ સવાલ ઊઠાવવામાં આવ્યો છે.આ જગ્યા પર ટેકનિકલ બાબતનો અનુભવ ધરાવનાર ખાતાનો અધિકારી જ હોવો જરૃરી છે.આજે ગુજરાતના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કમિશનર જે.પી. ગુપ્તા આઈએએસ છે. તેમ જ સ્પેશિયલ કમિશનર આઈ.આર.એસ. છે.તેમના પછીના હોદ્દા પર જીએએસ કેડરના અધિકારીઓ મૂકવામાં આવેલા છે.આ પ્રકારની વહીવટી પ્રણાલી ભારતના એક પણ રાજ્યમાં અનુસરવામાં આવતી નથી.આ સાથે જ જીએએસ કેડરની સમાપ્ત થઈ ગયેલી પ્રણાલીને વાસ્તવમાં નાબૂદ કરી દેવાની માગણીકરવામાં આવી છે.અધિકવેરા કમિશનર,ખાસ કમિશનર સહિતના તમામ પદો પર નિમણૂક કરવાના ખાસ નિયમો તૈયાર કરવાની પણ તેમણે માગણી કરી છે.