પાકિસ્તાની યુઝર્સે કહ્યું- હસન અલીને ગોળી મારી દો, શિયા મુસ્લિમ છે, એટલે કેચ છોડ્યો; ભારતીય પત્નીને ગંદી ગાળો બોલ્યા

529

T-20 વર્લ્ડ કપની બીજી સેમી-ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવી બીજીવાર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.મેચમાં હસન અલીએ મેથ્યુ વેડનો કેચ છોડ્યો અને ત્યાર પછી વેડે બેક ટુ બેક 3 સિક્સ મારી મેચ પલટી નાખી હતી.ત્યાર પછી પાકિસ્તાનમાં હસન અલી અને તેની ભારતીય પત્નીને લોકો ટ્રોલ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે હસન અલીની પત્ની ભારતની રહેવાસી છે.ટ્રોલર્સે હસન અલી અને તેની ભારતીય પત્ની સામિયાને મનફાવે તેમ ગંદી-ગંદી ગાળો સોશિયલ મીડિયામાં બોલી રહ્યા છે.પાકિસ્તાનમાં લોકો હસન અલીને ગદ્દાર પણ કહી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું હતું કે હસન આવે એટલે ગોળી મારી દો.હસનની પત્ની સામિયા ભારતમાં હરિયાણાના નૂંહ જિલ્લાના ચંદેની ગામની રહેવાસી છે.તે અમીરાત એરલાઈન્સમાં એક ફ્લાઈટ એન્જિનિયર છે.તેનો પરિવાર છેલ્લાં 15 વર્ષથી ફરીદાબાદમાં રહે છે.

19 ઓવરમાં થયો ડ્રામા

મેચના છેલ્લા 12 બોલ પર ટીમને 22 રનની જરૂર હતી. 19મી ઓવરમાં શાહીન આફ્રિદીના ત્રીજા બોલ પર મેથ્યુ વેડે મિડ વિકેટ પર લોફ્ટેડ શોટ માર્યો હતો,જે સરળ કેચને હસન અલીએ છોડી દેતાં ફેન્સ નિરાશ થયા હતા.આ કેચની સાથે મેથ્યુ વેડ આખી મેચ જ લઈ ગયો અને સતત 3 બોલમાં 3 સિક્સ મારી ઓસ્ટ્રેલિયાને ફાઇનલની ટિકિટ અપાવી દીધી હતી.

પાકિસ્તાની ફેન્સને આશા હતી કે હસન આ કેચ પકડી મેચ જિતાડશે, પરંતુ તેની કેચ ડ્રોપ કરવાની આ ભૂલ પાકિસ્તાનને ઘણી મોંઘી પડતાં ફેન્સ નિરાશ થયા હતા.

Share Now