બાન્દ્રા બેન્ડ સ્ટેન્ડના દરિયા કિનારે આવેલો બંગલો પારસી ટ્રસ્ટે રૂ. 350 કરોડમાં વેંચ્યો

662

મુંબઈ : પારસી ટ્રસ્ટે તેની સમુદ્ર કિનારે આવેલી પ્રાઈમ પ્રોપર્ટી બંગલો રૂ.૩૫૦ કરોડમાં ડેવલપરને વેંચ્યો છે.આ બંગલો બાન્દ્રા બેન્ડ સ્ટેન્ડના દરિયા કિનારે આવેલો છે.બોમન ઈરાનીના નેતૃત્વ હેઠળના રૂસ્તમજી ગુ્રપની કંપની- ઈમ્પિરિયલ ઈન્ફ્રાએ આ અંગેનું સેલ એગ્રિમેન્ટ બાન્દ્રા પારસી કોન્વેલેએન્ટ હોમ ટ્રસ્ટ સાથે એક એકરની જમીનના પ્લોટ માટે કર્યું છે. આ પ્લોટ બેન્ડસ્ટ્રેન્ડની પંચતારક હોટલની નિકટ આવેલો છે.

આ વેચાણથી ટ્રસ્ટને રૂ.૨૩૪ કરોડ અત્યારે મળ્યા છે.સબર્બન કલેકટર સાથે અંગે કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે.અને કલેકટરની ફી ચૂકવવા આ નાણાં આપવામાં આવ્યા છે.એમ એક અહેવાલમાં જાણવા મળ્યું છે.રૂસ્તમજી આ પ્લોટમાં વૈભવી રહેવાલાયક ટાવર ઊભો કરવા માગે છે.બિલ્ડર આ જગ્યાને ડેવલપ કરશે, એ પછી ટ્રસ્ટને ૧૨ હજાર ચોરસ ફૂટનો બિલ્ટ અપ એરિયા નિઃશુલ્ક આપશે.

રૂ.૯૯ કરોડમાં વિલા વેચાઈ

અલ્ટામાઉન્ટ રોડ પર આવેલી ૭૦૫ ચોરસ યાર્ડની ત્રણ માળનું મકાન રૂ.૯૯ કરોડમાં નવિશા પ્રોપર્ટીઝને વેંચવામાં આવી છે.જે એન્ટિલિયાની નજીક આવેલી છે.

Share Now