નૈનીતાલ : વરિષ્ઠ કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના પુસ્તક ‘સનરાઇઝ ઓવર અયોધ્યા’ પર શરૂ થયેલો વિવાદ શાંત પડી રકહ્યો નથી.અત્યાર સુધી નિવેદનોમાં જોવા મળી રહેલી આગ તેમના ઘર સુધી પહોંચી ગઈ છે.નૈનીતાલમાં તેમના ઘર પર સોમવારે આગ લગાવવામાં આવી છે.પથ્થરમારો કરવામાં આવ્યો છે.તેની જાણકારી ખુદ સલમાન ખુર્શીદે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી આપી છે.ત્યારબાદ આ મામલાએ નવો વળાંક લીધો છે.
સલમાન ખુર્શીદના ઘર પર હુમલાનો આરોપ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર લગાવવામાં આવી રહ્યો છે.દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉપદ્રવિઓના હાથમાં ભાજપનો ઝંડો હતો.તે સાંપ્રદાયિક નારા લગાવી રહ્યા હતા.ખુર્શીદના ઘરે જ્યારે હુમલો થયો,ત્યારે પરિવારના કોઈ સભ્ય હાજર નહોતા. આ ઘટનામાં કોઈને નુકસાન થવાની માહિતી હજુ સુધી સામે આવી નથી. ત્યાં હાજર લોકો સુરક્ષિત છે.
ટ્વીટ કરી સલમાન ખુર્શીદે આપી જાણકારી
ઘર પર હુમલો થયા બાદ સલમાન ખુર્શીદ તરફથી પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે તેમના ઘરે પહોંચી સ્થિતિને નિયંત્રણમાં લીધી છે.આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.તેમના ઘરની બહાર પોલીસ જવાનોની તૈનાતી કરવામાં આવી છે. સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.પોલીસે એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી દીધી છે.
હિન્દુત્વની તુલના આતંકી સંગઠન સાથે કરતા ભડક્યો ગુસ્સો
પુસ્તકમાં હિન્દુત્વની તુલના આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ તથા બોકો હરામ સાથે કરવાના મામલામાં તે હિન્દુવાદી સંગઠન અને ભારતીય જનતા પાર્ટીના નિશાના પર આવી ગયા છે.તેમનું પુસ્તક જ્યારથી સામે આવ્યું છે, રાજકીય વિવાદ ત્યારથી શાંત થઈ રહ્યો નથી.હવે આ ઘટના બાદ રાજકીય માહોલ વધુ ગરમ થવાની શક્યતા છે.
વાયરલ વીડિયોમાં ડરેલી જોવા મળી બે મહિલા
પથ્થરમારાની ઘટનાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે,તેમાં બે મહિલાનો અવાજ સંભળાય રહ્યો છે.તો બે યુવક આગ પર કાબુ મેળવતા જોવા મળી રહ્યાં છે.મહિલા કહે છે કે અમે મજૂર છીએ.અમારા માટે તમે આટલી મોટી સમસ્યા ઉભી કરી દીધી છે.અમે રોજી-રોટી માટે અહીં લાગ્યા છીએ.
મહિલાઓ કહે છે કે અમને લોકોને તમે ખતરામાં મુક્યા છે.તેના પર બીજા લોકો કહેતા જોવા મળે છે કે અમે આગ કાબુમાં કરી રહ્યાં છીએ.આટલો મોટો કાંડ થઈ ગયો અને તમે લોકો હવે દર્શન આપી રહ્યા છો.અમે ગામ જઈ રહ્યાં છીએ.તેનાથી સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.

