ઝી ન્યૂઝના પત્રકાર સુધીર ચૌધરીને અબૂ ધાબી CA કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે નહીં.તે આ પ્રોગ્રામમાં સ્પીકર તરીકે સામેલ થવાના હતા,પણ UAEની પ્રિંસેસ હેંડ બિંત-એ-ફૈઝલ અલ કાસિમે સુધીરના કાર્યક્રમમાં સામેલ થવાને લઇ વિરોધ નોંધાવ્યો હતો અને તેમને આંતકવાદી પણ કહ્યા હતા.ત્યાર પછી આયોજકોએ આ નિર્ણય લેવો પડ્યો.
પ્રિંસેસે ટ્વીટ કરી કે, કલ્પના કરો કે આ એંકર સવાર અને રાતમાં મુસલમાનોનું અપમાન કરે છે અને તેને એ દેશમાં બોલવા,સન્માન કરવા અને સન્માન કરવા માટે એક પાર્ટીમાં આમંત્રિત કરવામાં આવે છે જેમાં તે અપમાન અને બદનામ કરી રહ્યો છે?
કાસિમે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટેંટ્સ ઓફ ઈન્ડિયા અબૂ ધાબીના સભ્યો દ્વારા ટ્વીટર પર એક લેટર શેર કર્યો છે.ટ્વીટ કરી કહ્યું કે, સુધીર ચૌધરી અબૂ ધાબી CAમાં વક્તાઓના પેનલમાંથી બહાર થઇ ગયા છે.તેમના પર ફેક ખબરો, ઈસ્લામાફોબિયા અને સાંપ્રદાયિક નફરત,ડોક્ટરિંગ ટ્રિપ વગેરે બનાવવા અને ફેલાવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.શું આપણે એક ગેર-વ્યવસાયી પત્રકારને એક સ્ટેજ અને દર્શકોને આમંત્રિત કરવા જોઇએ અને આ રીતે આપણી ગરિમા અને સન્માનને ઓછી કરવી જોઇએ?
પ્રિંસેસે ટ્વીટ કરી લખ્યું, સુધીર ચૌધરી પોતાના ઈસ્લામાફોબિયા શો માટે જાણીતા છે અને ભારતના 200 મિલિયન મુસલમાનોને નિશાનો બનાવે છે.તેના ઘણાં પ્રાઇમ-ટાઇમ શોએ દેશભરના મુસલમાનો સામે થનારી હિંસામાં સીધી રીતે ફાળો આપ્યો છે.

