– આ સંપૂર્ણ પ્રકરણમાં માત્ર એક પ્યાદો હોવાની વાઝેને માહિતી આપી
મુંબઈ : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસ સ્થાન એન્ટિલિયા નજીક ગાડીમાં વિસ્ફોટક રાખવા અને આ ગાડીના માલિક મનસુખ હિરણની હત્યાના મામલામાં પકડાયેલા બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેએ ચોંકાવનારી માહિતી આપી છે.ચાંદિવાલ સમિતીએ વાઝેની પૂછપરછ કરી હતી.દરમિયાન આ કેસમાં પોતે માત્ર એક પ્યાદો હોવાનુંવાઝેએ જણાવ્યું છે એવીમાહિતી મળી છે.
મુંબઈના માજી પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આરોપ કર્યો હતો કે ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે દર મહિને ૧૦૦ કરોડ રૃપિયા વસુલ કરવાનો વાઝેનોટાર્ગેટ આપ્યો હતો.ત્યાર બાદ આ સંપૂર્ણ પ્રકરણની તપાસ માટે સરકારે ચાંદિવાલ સમિતી બનાવી હતી.આ સમિતીએ સચિન વાઝેનું નિવેદન નોંધ્યું હતું.બીજી તરફ વાઝેએ પોતાને ફક્ત એક પ્યાદો હોવાનું જણાવતા હવે આ મામલામાં અન્યકોઈ જાણીતી વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ એની તપાસ થઈરહી છે.
નોંધનીય છે કે અગાઉ અનિલ દેશમુખની ઈડીએ ધરપકડ કરી છે, પણ તેના પર આરોપ કરનારા પરમબીર સિંહ ફરાર છે.