– શેરબજારના ઓનલાઈન માર્કેટમાં થતાં ઑફલાઈન સોદાની તપાસ ચાલુ
– શેરબજારમાં કરવામાં આવતા સોદાઓમાં વેરાની ચોરી પકડવાની કવાયત ચાલુ કરાઈ
અમદાવાદ,ગુરૃવાર : એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણિ મેટલ્સની સાથે સાથે જ આવકવેરાના અધિકારીઓએ સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલા અમદાવાદની મોટી કંપની મોનાર્ક નેટવર્થ કેપિટલ અને તેની સાથે સંકળાયેલા ગુ્રપની અમદાવાદની ઇશ્વરભુવન વિસ્તારમાં આવેલી ઑફિસોમાં ત્રાટકીને તપાસ ચાલુ કરી દીધી છે.આ લખાય છે ત્યારે આવકવેરા અધિકારીઓની તપાસ ચાલુ જ છે.
આવકવેરાની તપાસની કાર્યવાહી શુક્રવારે સાંજ સુધી ચાલુ રહેવાનો અંદાજ છે.કંપનીના કોમ્પ્યુટર નેટવર્ક અને તેના સર્વર તથા તમામ કોમ્પ્યુટર્સ સીલ કરીને તેના ડેટાને કોપી કરીને રિકવર કરવામાં આવી રહ્યો હોવાનું આવકવેરા ખાતાના ટોચના સૂત્રોનું કહેવું છે. તેમાં ખાસ ધ્યાન ચઢે તેવી બાબત તો એ છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જના અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ઓનલાઈન સોદાઓ ચાલુ હોય તેની વચ્ચે વચ્ચે જ ગુજરાતના સ્ટોક માર્કેટના પ્લેયર્સ ઓનલાઈનની માફક જ સોદાઓ કરે છે.આ સોદાઓ સ્ટોક એક્સચેન્જના સર્વર પર રજિસ્ટર ન થતાં હોવાની તેની લેવડદેવડના વહેવારોમાં વેરાની મોટી ચોરી થતી હોવાની આશંકા સાથે તેને ત્યાં તપાસ ચાલુ કરવામાં આવી છે.
દરમિયાન એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણિ પાઈપ્સ પરના દરોડાના કાર્યવાહી આ લખાય છે ત્યારે ચાલુ જ હોવાનું જાણવા મળી રહ્યું છે.તેમને ત્યાંથી એક કરોડની રોકડ અને ઉપરાંત દાગીના મળ્યા છે.તેના સંદર્ભમાં સ્ટેટમેન્ટ લેવામાં આવી રહ્યા છે. દરોડાની કાર્યવાહી શુક્રવારે સાંજે પૂરી થવાનો અંદાજ માંડવામાં આવી રહ્યો છે.
ત્રણ દિવસ સુધી પૂછપરછ કર્યા બાદ કલમ ૧૩૧ હેઠળ સમન્સ વિના પકડી ગયા
આવકવેરા અધિકારીઓએ પાડેલા દરોડાના ત્રણ દિવસ સુધી પૂછપરછ કર્યા પછી સંતોષકારક વિગતો ન મળતા સાબરમતી વિસ્તારમાં રહેતી એક વ્યક્તિને ગેરકાયદે અટકાયત કરીને પોતાની ગાડીમાં બેસાડીને આવકવેરાની કચેરીએ લઈ જવામાં આવી હતી.કોઈપણ વ્યક્તિને પોતાની ઑફિસે બોલાવવા માટે આવકવેરા અધિકારીઓએ કાયદેસર કલમ ૧૩૧ હેઠળ સમન્સ આપવું પડે છે.સમન્સ આપવાને બદલે પોતાની ગાડીમાં બેસાડીને સીધી આવકવેરાની કચેરીમા ંલઈ ગયા હતા.સામાન્ય રીતે ઘટના સ્થળે જ પક્ષકારનું સ્ટેટમેન્ટ લેવામાં આવે છે.તેની પાસે વધારે વિગત જોઈતી હોય તો કલમ ૧૩૧ હેઠળ તેને આવકવેરા કચેરીમાં આવવા માટે સમન્સ આપવાનું હોય છે. સમન્સ આપ્યા વિના કોઈને ઊઠાવીને લઈ ગયા હોવાના કિસ્સા આવકવેરા દરોડાના કેસમાં જવલ્લે જ બને છે.
નવાઈની વાત તો એ છે કે આ દરોડા હેઠળ આવરી લેવામાં આવેલી એક પાર્ટીને ત્યાં આ વ્યક્તિ નોકરી કરતી હતી.આ નોકરી દરમિયાન તેની પાસે કેટલીક વિગતો હોવાની આવકવેરા ખાતાને શંકા હોવાન ેલીધે તેની ૬૦ કલાક સુધી પૂછપરછ કરી હતી.પરંતુ તેની પાસેથી અપેક્ષા મુજબ વિગતો ન મળતા આવકવેરા અધિકારીઓ તેને પકડીને લઈ ગયા હતા.તેમના આ પગલાંની ટીકા કરવામાં આવી રહી છે. આવકવેરા ખાતાના ટોચના અધિકારીઓનો આ સંદર્ભમાં સંપર્ક કરવામાં આવતા તેમણે આ અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું.


