નવી દિલ્હી,તા.26.નવેમ્બર : કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે શરુ થયેલા આંદોલનને આજે એક વર્ષ થયુ છે.સરકારે તો કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી દીધી છે પણ ખેડૂતોનુ આંલોજન હજી ચાલુ જ છે.દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલનના એક વર્ષ નિમિત્તે હૈદ્રાબાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ટિકૈતે આ કાર્યક્રમમાં AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધ્યુ હતુ અને હૈદ્રાબાદ તેમજ તેલંગાણાના લોકોને અપીલ કરી હતી કે, ઓવૈસીને રાજ્યમાંથી બહાર ના નિકળવા દો.નામ લીધા વગર ટિકૈતે ઓવૈસીને એક નાક વાળો આખલો ગણાવીને કહ્યુ હતુ કે, એક આખલો જે તમે લગામ વગર છોડી મુકયો છે તેને અહીંયા જ બાંધીને રાખો.
ટિકૈતે કહ્યુ હતુ કે, તે દેશમાં ભાજપની મદદ કરતો ફરે છે.તેને અહીંથી બહાર આવવા ના દો.તે બોલે છે કશું પણ તેનો ઈરાદો બીજો હોય છે.હૈદ્રાબાદ અને તેલંગાણામાંથી તેને બહાર ના આવવા દો.લગામ વગરનો આખલો તોડફોડ કરતો ફરે છે.ભાજપ અને તે એ ટીમ તેમજ બી ટીમ છે તેવુ આખો દેશ જાણે છે.ટિકૈતનો ઈશારો યુપીમાં ઓવૈસી દ્વારા પૂરજોશમાં થઈ રહેલા ચૂંટણી પ્રચાર તરફ હતો.