નવસારી : નવસારીના વાંસદા તાલુકામાં TDO અને મામલતદારની કાયમી નિમણૂંક ન થતા વિકાસના કામો અટકી પડયા છે.છેલ્લા 2 વર્ષથી અધિકારીઓની નિમણુંક કરવામ આવી નથી.લાંબા સમયથી TDO અને મામલતદારની કાયમી નિમણૂંક ન થતા સ્થાનિકોને સર્ટિફિકેટ કઢાવવા અને અન્ય સરકારી કામો માટે ધરમના ધક્કા ખાવા પડે છે.
વાંસદા તાલુકામાં 95 ગામ આવેલા છે.આટલા બધા ગામના લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.કાયમી અધિકારીઓની નિમણુક ન કરાતા પંચાયતોના વિકાસકીય કામોને બ્રેક લાગી ગઈ છે.એવામાં સ્થાનિકો અધિકારીઓની અછતને કારણે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.અને તાત્કાલીક ધોરણે મામલતદાર તેમજ ટીડીઓની કાયમી નિમણૂંક કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.તો આ તરફ અધિકારીઓની કાયમી ધોરણે ભરતી કરવા સ્થાનિક ધારાસભ્યએ વિધાનસભાથી લઈને તમામ સ્તરે રજૂઆત કરી છે છતાં આ પ્રશ્નનો કોઈ ઉકેલ ન આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.વિકાસ કરી રહેલા રાજ્યના તાલુકાનો વિકાસ રૂંધાઇ રહ્યો હોય એમ લાગી રહ્યું છે.