– વોર્ડ નં. 1માં ભાજપના હરીફ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો
– સુલપડની બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે
– રવિવારે 43 બેઠક પર 51.87 ટકા મતદાન થયું છે
વાપી : વાપી પાલિકાની 43 બેઠક માટે રવિવારે 51.87 ટકા મતદાન થયા બાદ મંગળવારે સવારે 9 કલાકે વાપી પીટીસી કોલેજમાં મતગણતરીનો પ્રારંભ થયો છે.વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ ના. 1 અને 7ની મતગણતરી શરૂ થઈ ચૂકી છે,જેમાં BJPના ઉમેદવારો પેનલ સાથે આગળ જોવા મળી રહ્યા છે.વોર્ડ ન.1,2,3, 7 અને 8માં ભાજપની પેનલનો વિજય થયો છે. 44 પૈકી 32 બેઠક પર અત્યારસુધીમાં ભાજપે લીડ મેળવી છે.વોર્ડ નં. 1માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ડિપોઝિટ ગુમાવવી પડી છે.
વાપી પાલિકાની કુલ 44માંથી 1 બેઠક (સુલપડ) અગાઉ બિનહરીફ થઇ ચૂકી છે,બાકી 43 બેઠક માટે 109 ઉમેદવારોનાં ભાવિ રવિવારે મતદારોએ ઇવીએમમાં સિલ કર્યાં હતાં. 51.87 ટકા જેટલું નીરસ મતદાન નોંધાયા બાદ હવે વાપી બલીઠા હાઇવે સ્થિત પુરુષ અધ્યાપન મંદિર (પીટીસી કોલેજ)માં મંગળવારે સવારે 9 કલાકે મતગણતરીનો વિધિવત પ્રારંભ થયો છે.સોમવારે ચૂંટણી અધિકારી અને પોલીસ વિભાગે દિવસભર મતગણતરીની પ્રક્રિયાની તમામ વ્યવસ્થાને આખરી ઓપ આપ્યો હતો. ટ્રાફિકની સ્થિતિ વર્ણસે નહિ તથા વોર્ડદીઠ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય એ મુજબ તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.પાલિકાની ચૂંટણીમાં વોર્ડ-5માં ડુંગરાના પરેશ દેસાઇ,વોર્ડ નં.7માં દિલીપ યાદવ,વોર્ડ નં. 8માં અભય શાહ,વોર્ડ નં.9માં મિતેશ દેસાઇ, વોર્ડ નં.10માં મંગેશ પટેલ સહિતના જાણીતા ચહેરાઓનું ભાવિ નક્કી થશે.એવી જ રીતે કોંગ્રેસના વોર્ડ નં. 6 પીરુ મકરાણી,વિરોધપક્ષના નેતા ખંડુભાઇ પટેલનાં પરિણામ પર સૌની નજર છે. ઓછા મતદાનને કારણે કોણ જીતશે અને કોણ હારશે એ રહસ્ય અકબંધ છે.ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 25 ઉમેદવારો ઊભા રાખ્યા છે.મતદાન સુધી આમ આદમી પાર્ટીએ સફળતા મળશે તેવા અનેક દાવાઓ કર્યા છે. આપના પ્રદેશના નેતાઓ,સુરત મહાનગરપાલિકાના સભ્યોએ અહીં ધામા નાખ્યા હતા.મંગળવારે મતગણતરીમાં આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ રહેશે કે જશે એ નક્કી થઇ જશે. આ વખતે પાર્ટી સફળ થશે કે નહિ એની ચર્ચા છે.
વાપી પાલિકાની ચૂંટણીમાં ગત વર્ષની સરખામણીએ આ વખતે ઓછું મતદાન થયું છે.આ સાથે લોકોમાં પાલિકાની કામગીરી બાબતે છૂપો રોષ પણ હોવાનું કહેવાય છે, જેથી આ વખતે 8 ટકા ઓછું મતદાન ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી કોને ફળશે એની ચર્ચા લોકોમાં શરૂ થઇ ગઇ છે.જોકે ભાજપે 40 કરતાં વધુ બેઠકો તથા કોંગ્રેસે 25થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો છે.હવે કોનો દાવો સાચો પડશે એ મંગળવારે સવારે સૌને ખબર પડી જશે.થોડા દિવસો પહેલાં વિવિધ રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપની સાથે અન્ય પક્ષોને પણ સફળતા મળી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે.હાલ મતદારોનો કેવો મૂડ છે એ વાપી પાલિકાની ચૂંટણીમાં સ્પષ્ટ થશે,જેથી વાપી પાલિકાની ચૂંટણીનાં પરિણામની ચર્ચા સમગ્ર રાજ્યમાં થશે એ નિશ્રિત છે,જોકે પરિણામો ચોંકાવનારાં આવશે કે કેમ એ રહસ્ય અકબંધ છે.પાલિકાની ચૂંટણીના દિવસે બોગસ મતદાન,પૈસા વહેંચણી સહિતના મુદે બબાલો થઇ હતી.આ સાથે ભાજપના કેટલાક ઉમેદવારોની ઉમેદવારી રદ થયા હોવાના ખોટા મેસેજ સોશિયલ મિડિયામાં વાઇરલ થયા હતા.રવિવાર સાંજથી સોશિયલ મીડિયામાં આ ખોટા મેસેજ ફરતાં તેમના સમર્થકોના ફોન પણ રણકયા હતા.
વોર્ડ નંબર 1,2,3,7,8,9, માં ભારતીય જનતા પાર્ટીની પેનલના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હોવાની માહિતી સામે આવી હતી.મહત્વનું છે કે, વાપીના 11 વોર્ડની કુલ 44માંથી 43 બેઠકો માટે મતદાન યોજાયું હતું.જેની મતગણતરી હાલ ચાલી રહી છે.
મહત્વનું છે કે વાપીના 11 વોર્ડની કુલ 44 માંથી 43 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં 109 ઉમેદવારો ચૂંટણી મેદાને હતા. 1 બેઠક પર ભાજપ ચૂંટણી પહેલા જ બિનહરીફ થયું હતું. ચૂંટણી બાદ ભાજપ (BJP) તમામ 44 બેઠકો જીત મેળવી કોંગ્રેસનો વ્હાઇટ વોશ કરશે તેવો દાવો કરી રહ્યું હતું. તો કોંગ્રેસ પણ સામે પક્ષે જીત મેળવશે તેવો દાવો કરી રહ્યું હતું.તો પ્રથમ વખત આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ મેદાને છે ત્યારે વાપી નગરપાલિકામાં સત્તાની ધૂરા કોણ સંભાળશે એ પરિણામ હવે સ્પષ્ટ થતું જઈ રહ્યું છે.
જણાવી દઈએ એક વાપી નગરપાલિકાની ચૂંટણી માટે 28 નવેમ્બરે શાંતિપુર્ણ માહોલમાં મતદાન પૂ્ર્ણ થયું હતું.તો પાંચ વાગ્યા સુધીમાં અંદાજે 55 ટકા મતદાન થયુ હતું.આ દમિયાન 129 બુથો પરથી મતદાન યોજાયુ હતુ.જેમાં 28 બુથો સંવેદનશીલ હોવાથી શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો.