– 2019માં બંધારણની કલમ 370 દૂર કરાઇ હતી
– પસંદ કરીને કરાતી હત્યા કેદ્ર સરકાર અને રાજ્યના વહીવટી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે : ઓમર
જમ્મુ/શ્રીનગર : જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો એ સમયે ફરીથી બહાલ કરવામાં આવશે જ્યારે પસંદગી કરાયેલા લોકોની હત્યા બંધ કરી દેવામાં આવશે અને લોકો રાજ્યમાં સ્વતંત્રતાપૂર્વક હરીફરી શકશ તેમ જમ્મુ-કાશ્મીર ભાજપના જનરલ સેક્રેટરી અશોક કૌલે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં પત્રકારોને જણાવ્યું હતું.આ દરમિયાન નેશનલ કોન્ફરન્સના ઉપ પ્રમુખ ઓમર અબ્દુલ્લાહે જણાવ્યું છે કે પસંદગીપાત્ર લોોકોની કરવામાં આવી રહેલી હત્યા કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે પાંચ ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબૂદ કરી હતી અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેચી દીધા હતાં.કૌલે વધુમાં જણાવ્યું હતું કે કાશ્મીરમાં પસંદગી કરાયેલા લોકોની હત્યાથી ભાજપ ચિંતિત છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરોને નિશાન બનાવી તેમની પણ હત્યા કરવામાં આવી રહી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ હત્યાઓમાં કેટલાક મુસ્લિમોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.અમે આ રીતે કરવામાં આવતી હત્યાને કડક શબ્દોમાં વખોડી નાખીએ છીએ.