નવી દિલ્હી : સુ્પ્રીમ કોર્ટે હવા પ્રદૂષણના મામલે ફરી વાર નારાજગી વ્યક્ત કરી છે. સોમવારે આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસએ કહ્યું કે પરિસ્થિતિ એવી રહેશે તો અમે ટાસ્ક ફોર્સની રચના કરીશું.આ સાથે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે, અમે વિચારી રહ્યા છીએ કે તમામ રાજ્યોને જરુરી આદેશ લાગૂ કરવા કહીશું. ખાસ કરીને ધૂળ નિયંત્રણ, પ્રદૂષણકારી ઉદ્યોગોની શિફ્ટિંગ વગેરે.તેમ છતાં એ આદેશ લાગુ નહીં કરીએ તો અમારે એક સ્વતંત્ર ટાસ્ક ફોર્સની રચના કરવા મજબૂર થવું પડશે.ટાસ્ક ફોર્સ તેની દેખરેખ રાખશે.
સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરુ થઈ તો અરજીકર્તાના વકીલ વિકાસ સિંહે કહ્યું કે દિલ્હી એનસીઆરમાં કંસ્ટ્રક્શન પર પ્રતિબંધ લાગુ છે,પરંતુ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું આખા ઝડપથી થઈ રહ્યું છે.સુપ્રીમ કોર્ટના નાક નીચે કામ ચાલી રહ્યું છે.આના પર સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ નિર્માણ ગતિવિધિઓ પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.પ્રોજેક્ટ નિર્માણ કાર્ય પર રોક લગાવવાની માંગ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે આ જવાબ માંગ્યો છે.કેન્દ્ર સરકારને પૂછવામાં કયા આદેશનું રાજ્યોએ પાલન કર્યું નથી.સુપ્રીમ કોર્ટે દિલ્હી,યુપી,હરિયાણા અને પંજાબ સરકારને કહ્યું કે આદેશોનું પાલન કરવામાં આવે.આગામી સુનાવણી બીજી ડિસેમ્બરે હાથ ધરાશે.

