વિશ્વમાં ૭૦૦૦ જેટલા લોકોને ભરખી જનાર કોરોના વાયરસ ભારતમાં બિહામણી રીતે ધૂણવા લાગ્યોઃ મહારાષ્ટ્રમાં ૩૯ તથા કેરળમાં ૨૫ લોકોની પુષ્ટી : લડાખમાં સામે આવ્યા ૩ નવા કેસઃ ૨૪ કલાકમાં ૧૨ નવા દર્દીઓની પુષ્ટીઃ મહારાષ્ટ્રમાં ૩ વર્ષની બાળકી વાયરસની ઝપટે : તાજમહાલ,લાલ કિલ્લા સહિત બધી ઈમારતો ૩૧ સુધી બંધઃ કર્ણાટકમાં બે પોઝીટીવ બહાર આવ્યાઃ પૂણેમાં બજારો ૩ દિવસ બંધઃ નાશિકમાં ૧૪૪મી કલમ
નવી દિલ્હી, તા. ૧૭ : વિશ્વભરમાં ૭૦૦૦થી વધુ લોકોને ભરખી જનાર કોરોના વાયરસ દિવસેને દિવસે વધુ બિહામણો થતો જાય છે.રોજેરોજ દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.દેશમાં કોરોના વાયરસથી ત્રીજુ મોત થયુ છે.મુંબઈના કસ્તુરબા હોસ્પીટલમાં આજે ૬૪ વર્ષના વડીલનું મોત થયુ છે.તો લડાખમાં ૩ અને નોઈડામાં બે કોરોના વાયરસ પોઝીટીવ પામ્યા છે.દેશના કુલ ૧૫ રાજ્યોમાં કોરોનાનો કહેર છે.અત્યાર સુધીમાં ૧૩ લોકો સાજા થઈ ઘરે ગયા છે.દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૨ નવા કેસ બહાર આવ્યા છે.અત્યાર સુધીમાં કુલ ૧૩૧ અકીલા સંક્રમિત દર્દીઓ જણાયા છે.૧૦૮ ભારતીય અને ૨૩ વિદેશી નાગરીકોનો સમાવેશ થાય છે.૨૪ કલાકમાં ૧૨ નવા દર્દીઓની પુષ્ટી થઈ છે.જેમાં મહારાષ્ટ્રથી ૩ વર્ષની એક બાળકીનોે પણ સમાવેશ થાય છે.કોરોનાથી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે.મુંબઈ,નવી મુંબઈ અને યેવતમાલમા ૫ નવા કેસ બહાર આવતા જ કોરોનાના પોઝીટીવ કેસ ૩૯ સુધી પહોંચ્યા છે.મુંબઈમાં ૧૪૪મી કલમ લાદી દેવામાં આવી છે.ગ્રુપ ટૂર ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.પૂણેમાં અત્યાર સુધી ૧૬ કેસ બહાર આવ્યા છે.દેશની તમામ ઐતિહાસિક ઈમારતો ૩૧મી સુધી બંધ રહેશે જેમાં તાજમહાલ,લાલ કિલ્લો,કુતુબ મિનાર સહિત મ્યુઝીયમનો સમાવેશ થાય છે.કર્ણાટકમાં બે નવા કેસ બહાર આવ્યા છે અને કુલ દર્દીઓની સંખ્યા ૧૯ની થઈ છે.સરકારે સાવચેતીના પગલારૂપે ૩૧મી સુધી શાળા,કોલેજો,મોલ, સિનેમા, સ્વીમીંગ પૂલ વગેરે બંધ રાખવાના આદેશો આપવામાં આવ્યા છે. મુંબઈનું સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિર બંધ કરી દેવાયુ છે.ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ૩૧મી સુધી ભસ્મ આરતીમાં ભાગ લેવા પ્રતિબંધ મુકી દેવાયો છે.નાશિકમાં બે શંકાસ્પદ વ્યકિતઓ દાખલ થતા કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.પૂણેમાં ૩ દિવસ સુધી બજારો બંધ રાખવાના આદેશો આપવામાં આવ્યા છે.જમ્મુ અને કાશ્મીરમાં વધુ એક દર્દી પોઝીટીવ જણાયો છે તે સાઉદી અરેબીયાથી આવ્યો હતો.આ સાથે કુલ ૩ દર્દીઓ થયા છે.તેલંગણાના હૈદરાબાદમાં વધુ એક કેસ બહાર આવ્યો છે જે સ્કોટલેન્ડથી આવ્યો છે.રાજ્યમાં ૪ કેસ થયા છે. કેરળમાં કોરોનાના કુલ ૨૪ કેસ થયા છે. ૧૨૭૦૦થી વધુ લોકોને દેખરેખ હેઠળ રખાયા છે.અરૂણાચલ પર્યટકો માટે બંધ કરી દેવાયુ છે.દિલ્હીમાં પણ ૩૧મી સુધી જીમ,નાઈટ કલબ વગેરે બંધ કરી દેવાયા છે.કર્ણાટકમાં દર્દીનો ઈલાજ કરનાર ડોકટરને પણ કોરોના થઈ જતા ખળભળાટ.આઈસોલેશનમાં રખાયા બેંગ્લોરઃ કર્ણાટકમાં અગાઉ મૃત્યુ પામેલા દર્દીનો ઈલાજ કરનાર ડોકટરને પણ કોરોના પોઝીટીવ થયાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છેઃ કલબુર્ગીના ડે.કમિશ્નરના જણાવ્યા પ્રમાણે જે ડોકટરે કોરોના દર્દીનો ઈલાજ કર્યો હતો તે ૬૩ વર્ષના ડોકટરને પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ નીકળ્યો છે. તેમને આજે આઈસોલેશન વોર્ડમાં મોકલી દેવાયા છેઃ અત્યાર સુધી ડોકટરને તેમના ઘરમાં અલગ રખાયા હતા.આજે હોસ્પીટલમાં દાખલ કરાયા છે