નકસલવાદીઓએ મ.પ્ર.માં મજૂરોને માર્યા, છત્તીસગઢમાં કન્સ્ટ્રકશન મશીનોને આગ ચાંપી

524

– હોટ મિક્સ પ્લાન્ટ,જેસીબી મશીન,રોલર,મોટર સાયકલનો કચ્ચરઘાણ
– બાલાઘાટમાં નકસલસવાદીઓએ ત્રીજી વખત મજૂરો પર હુમલો કર્યો : અગાઉ ત્રીજી અને છઠ્ઠી ડિસેમ્બરે પણ હુમલો કરાયો હતો                                                                                                                                                                                       
ગારિયાબંદ : નક્સલવાદીઓએ આજે મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાની રોડ કન્ટ્રકશન સાઇટ પર મજૂરોને માર્યા હતાં અમે બાજુમાં આવેલા છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં કેટલાક મશીનો અને એક વાહનને આગ ચાંપી હતી તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને ઘટનાઓ બુધવારે સાંજે બની હતી.નકસલવાદીઓએ મજૂરોને બાલાઘાટમાં રોડ કન્ટ્રકશન સાઇટમાં મશીનોને આગ ચાંપવા મજબૂર કર્યા હતાં. બઇહારના સબ ડિવિઝનલ ઓફિસર ઓફ પોલીસ આદિત્ય પ્રતાપ મિશ્રાએ જણાવ્યું હતું કે બાલાઘાટમાં બિથાલી પાથ્રી રોડનું નિર્માણ કરી રહેલ સાઇટ પહોંચીને 30 થી 35 નકસલવાદીઓએ મજૂરોને ધમકી આપી હતી અને તેમને હોટ મિક્સ પ્લાન્ટ,જેસીબી મશીન,રોલર,મોટર સાયકલને આગ ચાંપવા મજબૂર કર્યા હતાં.

નકસલવાદીઓએ ઘટના સ્થળ છોડતા પહેલા મજૂરોના મોબાઇલ ફોન છીનવી લીધા હતાં.આ જિલ્લામાં મજૂરો પર નકસલવાદીઓ દ્વારા કરવામાં આવેલો ત્રીજો હુમલો છે.આ અગાઉ ત્રીજી ડિસેમ્બરે કોરકા અને છઠ્ઠી ડિસેમ્બરે બાદલઝોલા વિસ્તારમાં પણ નકસલવાદીઓએ મજૂરો પર હુમલો કર્યો હતો.આ ઘટનામાં સામેલ નકસલવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દવામાં આવ્યું છે.

ગડચિરોલીમાં થયેલા એન્કાઉન્ટમાં ઠાર મારવામાં આવેલા નકસલવાદીઓના વિરોધમાં 10 ડિસેમ્બરે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં બંધની જાહેરાત કરતા પેમ્ફલેટ વહેંચવામાં આવ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર આ પેમ્ફલેટમાં 26 નકસલવાદીઓને ઠાર મારવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં ઠાર મારવામાં આવેલા નામાંકિત માઓવાદી નેતૈા મિલિંદ તેલટુમ્બદે(57 વર્ષ)નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જેના માથે 50 લાખ રૂપિયાનું ઇનામ હતું.

Share Now