રામ મંદિર આંદોલન દેશની આઝાદીના આંદોલન કરતા પણ મોટુ : VHPના મહાસચિવનુ વિવાદિત નિવેદન

468

નવી દિલ્હી,તા.13.ડિસેમ્બર,2021 : એક્ટ્રેસ કંગના બાદ હવે વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને આઝાદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે.તેમનુ કહેવુ છે કે, રામ મંદિરનુ આંદોલન સ્વાતંત્ર્ય સંગ્રામ કરતા પણ મોટુ હતુ.કારણકે ભારત રાજકીય રીતે 1947માં આઝાદ થયુ હતુ પણ રામ મંદિર આંદોલનના કારણે આપણને ધાર્મિક અને સાંસ્કૃતિક આઝાદી મળી હતી.સ્વતંત્રતા સંગ્રામ કરતા પણ આ મોટુ આંદોલન હતુ.રામ મંદિર નિર્માણ પછી દેશની કિસ્મત બદલાઈ જશે.આ સદી ભગવાન રામની છે.ભગવાન રામ મંદિર માટે જે રીતે દેશે દાન આપ્યુ છે તેનાથી સાબિત થઈ ગયુ છે કે, ભગવાન રામ જ દેશને એ કકરી શકે છે.

દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મહામંત્રી ચંપત રાયે કહ્યુ છે કે, ડિસેમ્બર 2023 સુધીમાં રામ મંદિર બનીને તૈયાર થઈ જશે.વિશ્વ હિન્દુ પરિષદ પણ રામ મંદિર નિર્માણ સાથે સંકળાયેલી છે અને જ્યારે પણ પરિષદે કોઈ કામ હાથમાં લીધુ છે ત્યારે તેને પુરુ કર્યુ છે.

Share Now