સુરત : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં સ્કીલ ડેવલપમેન્ટ માટે 1.50 કરોડ,સીસીટીવી માટે 2 કરોડ,હાઈ સ્પીડ ઇન્ટરનેટ માટે 25 હાઈ સ્પીડ ઇન્ટરનેટ માટે 25 લાખ,અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને માટે દરેક સ્કૂલમાં સેનેટરી પેડ વેડીંગ મશીન મુકવા માટે 1 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.આ સાથેનું કુલ 615.75 કરોડનું ડ્રાફ્ટ બજેટ શાસનાધિકારી સામે રજૂ કરવામાં આવ્યું હતું.બજેટની રકમ અંગે પૂછતાં જ પ્રમુખ ધનેશ શાહે ફાફા મારતાં હોય તેમ કહ્યું કે, હજુ હિસાબ કરવાનો બાકી છે.જ્યારે વિરોધ પક્ષે કોઈ મુદ્દે સ્પષ્ટતા કર્યા વગર માત્ર વિરોધ નોંધાવ્યો હતો.
વીમા પાછળ 1.50 કરોડ ખર્ચાશે
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પિતાનું અકસ્માતમાં મૃત્યુ થાય તો તેમના માટે વીમો ઉતરાવવા રૂ.1.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.વર્ષ 2021-22 કરતા રૂપિયા 18 કરોડ વધુ ખર્ચવામાં આવશે.આ ઉપરાંત દરેક સ્કૂલમાં વિદ્યાર્થીને પડતા વાગવાની ઘટના બને તો તેના માટે ફર્સ્ટએડ બોક્સ આપવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટમાં પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.પરંતુ રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોની ભરતી માટેની જાહેરાત કરી દેવામાં આવી છે.આ જાહેરાતને પગલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને પાલિકાનું સૂચન મળતા બજેટમા આ જોગવાઇ રદ્દ કરવામાં આવી છે.આ ઉપરાંત બજેટમાં અન્ય વિભાગ માટે ચર્ચા શરૂ કરી દેવામાં આવી છે


