- પરિવાર અંક્લેશ્વરથી દમણ જઈ રહ્યો હતો ત્યારે દુર્ઘટના સર્જાઈ,ફાયરબ્રિગેડ દ્વારા તમામને સલામત રીતે નહેરમાંથી બહાર કઢાયા સુરત નજીક આવેલા ચલથાણમાં એક કાર નહેરમાં ખાબકી હતી.અંક્લેશ્વરથી દમણ જઈ રહેલા પરિવારની કાર ચલથાણમાં મહાદેવ હોટલની નજીક નહેરમાં ખાબકી હતી. સોમવારની મધરાતે સર્જાયેલી દુર્ઘટના બાદ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડ સહિત સ્થાનિક લોકોએ પોણાબે કલાક પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કારમાં ફસાયેલા પાંચ લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કર્યા હતા.
- એક જ પરિવાર ત્રણ મહિલા હતી
ચલથાણ મહાદેવ હોટલની પાસે નહેરમાં એક સ્વિફ્ટ કાર ખાબકી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ થતાં ડિંડોલી ફાયર સ્ટેશનના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતા,જેમણે પાણીમાં પડેલી કાર(નંબર DN09H1599)માં ફસાયેલી એક જ પરિવારની ત્રણ મહિલા સહિત પાંચ લોકોને બહાર કાઢ્યા હતા. તપાસમાં ખાન પરિવાર અંકલેશ્વરથી દમણ જઇ રહ્યું હોવાનું બહાર આવ્યું હતું.પલસાણા પોલીસે કારને કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે. - તમામનો બચાવ
હિમાંશુ વિષ્ણુભાઈ વર્મા (GRD જવાન)એ જણાવ્યું હતું કે લગભગ1:45કલાક સુધી આખો પરિવાર મોઢું પાણી ઉપર કરીને રહ્યો તો બચી ગયો,નહિતર અનહોની પાક્કી હતી.ફાયરની કામગીરીને સલામ,એક-એક કરીને જે રીતે નહેરના પાણીના વહેણમાંથી આખા પરિવારને બહાર કાઢ્યો એ તો જાણે કોઈ ફિલ્મનો હીરો શોર્ટ આપતો હોય એવાં દૃશ્યો હતાં.બે દીકરી,એક દીકરી અને એક મહિલા તથા પુરુષ સહિતને બચાવવામાં ડિંડોલી ફાયરની ખૂબ જ સારી કામગીરી રહી હતી.
સુરતમાં એક જ પરિવારના પાંચ લોકો સાથે કાર નહેરમાં ખાબકી, પોણાબે કલાકે મધરાતે બધાને રેસ્ક્યૂ કરાયા

Leave a Comment

