જાતરની વિધિ પછી બકરાનું માંસ ખાતા 5 લોકોના મોત, 12 લોકો સારવાર હેઠળ

240

– ભુલવણ ગામે ગઈ  સાંજના સમયે  એક બાદ એક 15 લોકોને મોઢામાંથી ફીણ નીકળવા સાથે ચક્કર આવવા લાગ્યા હતા.ત્યાર બાદ એકાએક તેમની તબિયત ખરાબ થયા બાદ દોડધામ મચી ગઇ હતી.આ પૈકીના 5 લોકોનાં મોત થયા છે.>

    દેવગઢ બારિયા : દાહોદ જિલ્લાના ભુલવણ ગામે ગઈ સાંજના સમયે  એક બાદ એક 15 લોકોને મોઢામાંથી ફીણ નીકળવા સાથે ચક્કર આવવા લાગ્યા હતા.ત્યાર બાદ એકાએક તેમની તબિયત ખરાબ થયા બાદ દોડધામ મચી ગઇ હતી.આ પૈકીના 5 લોકોનાં મોત થયા છે. 12 લોકોને દેવગઢ બારિયાના સરકારી દવાખાનમાં દાખલ કરાયા બાદ બેને રિફર કરાયા. તમામને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક તારણ છે.વિધિ બાદ ઘરે લઇ જવાયેલા બકરાનું મટન ખાતાં કે પછી અન્ય કોઇ કારણોસર તેઓ ભોગ બન્યા હતા એની તપાસ શરૂ કરાઇ છે.

દેવગઢ બારિયા તાલુકાના 138 ઘરમાં 1200ની વસ્તી ધરાવતું ભુલવણ ગામ નિશાળ ફળિયા ગામની શાંતિ માટે દર પાંચ વર્ષે કરાતી જાતરની વિધિ ગત રવિવારથી ગામના ટાંકી ફળિયામાં દેવપૂજનની વિધિ ચાલી રહી હતી. 9 દિન બાદ સોમવારે વિધિનો અંતિમ દિવસ હોવાથી પરંપરા મુજબ અહીં છ બકરાની બલિ આપવામાં આવી હતી.

આ બકરાના મટનના ભાગ પાડવામાં આવતાં પોતપોતાના ભાગનું મટન લોકો ઘરે લઇ ગયા હતાં. સાંજના સમયે તમામ 13 લોકોને એકાએક જ મોઢામાંથી ફીણ નીકળવા ઉપરાંત ચક્કર આવવા લાગ્યા હતાં.તબિયત બગડી હતી તે લોકોમાં 4 ના મોત 10 લોકોને 108 દ્વારા દેવગઢ બારિયાના સરકારી દવાખાને ખસેડવમાં આવ્યા હતાં. આજ રોજ વહેલી સવારે એક વધુ વ્યક્તિ તબિયત લથડતાં તેને ગોધરા ખાતે રીફર કરાયો હતો.જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.એટલે મારનારની સંખ્યા ચારથી વધીને પાંચ હતી અને ૧૨ જેટલા લોકો દેવગઢબારિયા દાહોદ અને વડોદરા ખાતે સારવાર લઇ રહ્યા છે.

ઘટનામાં આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું.વહેલી સવારથી પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસનો કાફલો ગામમાં જોવા મળ્યો હતો. ગામમાં તમામ ફળિયામાં  આરોગ્યની 20 ટીમ કામ કરી રહી છે.ઘરે ઘરે જઈ લોકોને પૂછપરછ કર્યા બાદ સ્થળ પર જ દવા પણ આપવામાં આવી રહી છે,તેમાં 4 ડોક્ટર સહિત આરોગ્ય કર્મચારીઓ  તમામ જે વિસ્તાર છે તેનો સર્વે કરી રહી છે તેમજ ઘટનાવાળી જગ્યા ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને એફ.એસ.એલ એ સેમ્પલ લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ની કાર્યવાહી કરવામાં આવેલ છે.પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ રિપોર્ટ મૃતકોના વિસેરાના પરીક્ષણ બાદ મોતનું સાચું કારણ સામે આવે તેમ છે.તમામ વિસ્તારમાં ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.મોડી  રાત્રે દોડી આવેલા ધારાસભ્ય બચુભાઈ ખાબડ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર કલેકટર ડો હર્ષિત ગોસાવી સહિત તંત્ર ઘટનાને લઇને સતર્કજોવા મળી રહ્યું છે.
Share Now