ઉત્તરપ્રદેશના લખીમપુરમાં થયેલી હિંસાને SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)એ જાણી-જોઈને રચેલું ષડયંત્ર ગણાવ્યું છે.SITના તપાસ અધિકારીએ આરોપીઓ સામે કલમો વધારવા માટે કોર્ટમાં અરજી કરી છે.કોર્ટે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુ સહિત 14 આરોપીઓને સમન્સ પાઠવ્યા છે.એવું માનવામાં આવે છે કે કોર્ટે આ કેસમાં SITને કલમો વધારવાની મંજૂરી આપી છે.મંત્રીનો પુત્ર આશિષ અને તેના સાથીઓને જેલમાંથી લખીમપુર કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.કોર્ટે આ મામલે આશિષ મિશ્રા સામે હત્યાના પ્રયાસની કલમો લગાવવાનો આપ્યો આદેશ છે.હવે મંત્રીના પુત્ર સહિત બાકીના આરોપીઓ સામે હત્યા અને ગુનાહિત ષડયંત્રનો કેસ ચલાવવામાં આવશે.
કલમ 307 હેઠળ કઈ સજા થાય છે
હત્યાના પ્રયાસ કરનારા આરોપીઓ સામે આઈપીસીની કલમ 307માં દોષિત જાહેર થતાં કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે.સામાન્ય રીતે આવા કેસમાં દોષિતને 10 વર્ષ સુધીની સજા અને દંડ બંને થઈ શકે છે.જે વ્યક્તિની હત્યા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે,જો તેને ગંભીર ઇજા થાય છે તો દોષિતને ઉમરકેદ સુધીની પણ સજા થઈ શકે છે.
મંત્રી પુત્રને મળવા ગયા હોવાની વાત પણ સામે આવી
મોનુના પિતા અજય મિશ્રાને જેવી પુત્ર પર લગાવાયેલી કલમો વિશે જાણાકરી મળી તેઓ બપોરે 12 વાગ્યે જેલ પહોંચ્યા હતા.તેમણે પુત્રને સાંત્વના આપી હતી.આ દરમિયાન તેઓ મીડિયાના સવાલોથી બચતા નજરે પડ્યા.મોનુ સહિત તમામ 14 ઓરોપીઓએ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

