નવી દિલ્હી, તા.17 માર્ચ 2020, મંગળવાર
જીએસટીના રેટમાં થયેલા ઘટાડાનો ફાયદો ગ્રાહકોને નહી આપવા બદલ યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડને 75 કરોડ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
નફાખોરી સામે કાર્યવાહી કરતી નેશનલ એન્ટી પ્રોફિટિયરિંગ કમિટી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.કમિટીનુ કહેવુ છે કે,જીએસટીમાં થતા ઘટાડાનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચે તે નિશ્ચિત કરવુ જરુરી છે.કંપનીને ચાર મહિનાની અંદર આ દંડ વસુલવો પડશે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે જીએસટીના રેટ પહેલા 28 ટકા હતા તે ઘટાડીને 18 ટકા કરાયા હતા અ્ને નવેમ્બર 2017માં તે ઘટાડીને 12 ટકા કરાયા હતા પણ પતંજલિએ આ રેટનો ફાયદો ગ્રાહકોને આપ્યો નહોતો.જેમ કે કપડા ધોવાના પાઉડરનો ભાવ ઘટાડવાની જગ્યાએ ઉલટાનો વધારી દીધો હતો.
પતંજલિને દંડની આ રકમ રાજ્યના ગ્રાહક કલ્યાણ ફંડમાં જમા કરાવવી પડશે.એક મીડિયા રિપોર્ટ પ્રમાણે જીએસટીના રેટ પહેલા 28 ટકા હતા તે ઘટાડીને 18 ટકા કરાયા હતા અ્ને નવેમ્બર 2017માં તે ઘટાડીને 12 ટકા કરાયા હતા પણ પતંજલિએ આ રેટનો ફાયદો ગ્રાહકોને આપ્યો નહોતો.જેમ કે કપડા ધોવાના પાઉડરનો ભાવ ઘટાડવાની જગ્યાએ ઉલટાનો વધારી દીધો હતો.પતંજલિને દંડની આ રકમ રાજ્યના ગ્રાહક કલ્યાણ ફંડમાં જમા કરાવવી પડશે.