– દિલ્લી ખાતે મળેલી GSTની બેઠકને લઇ કાપડના વેપારીઓ સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યાં છે.સરકાર વેપારીના પક્ષમાં સુખદ નિર્ણય કરે તેવી આશા રાખીને બેઠા છે.
ગુજરાતના વેપારીઓમાં કાપડ પર GST વધારા સામે રોષ જોવા મળી રહ્યો છે.જેમાં રાજકોટ સહિત સુરતના વેપારીઓ પણ વિરોધ કરી રહ્યાં છે.ત્યારે દિલ્લી ખાતે મળેલી GSTની બેઠકને લઇ કાપડના વેપારીઓ સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યાં છે.સરકાર વેપારીના પક્ષમાં સુખદ નિર્ણય કરે તેવી આશા રાખીને બેઠા છે.
ઉલ્લેખનીય છે કે, કાપડ ઉદ્યોગ દેશમાં કૃષિ પછી બીજા નંબરનો સૌથી મોટો રોજગાર આપનાર છે.કાપડ ઉદ્યોગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખો કામદારોને રોજગારી આપે છે.કેન્દ્ર સરકારની GST કાઉન્સિલે કપડાં પર GST 5 ટકાથી વધારીને 12 ટકા કરવાનો નિર્ણય લીધો છે.જેને લઈને કાપડ ઉદ્યોગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉદ્યોગપતિઓ દ્વારા નાણામંત્રી અને સ્થાનિક સાંસદોએ જીએસટી કાઉન્સિલ સમક્ષ વારંવાર રજૂઆત કરી છે.
સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા 5 થી 7 ઉદ્યોગપતિઓએ GST મુદ્દે દિલ્હી દરબારમાં નાણામંત્રી નિર્મલા સીતારમણનો સંપર્ક કર્યો હતો. સુરતના કાપડ ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે કાપડ પરનો જીએસટી 5 ટકા રાખવામાં આવશે તો જ ઉદ્યોગ સુરક્ષિત રહેશે. ટેક્સટાઈલ મંત્રી દર્શના જરદોશ સાથે નાણામંત્રી તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે જો જીએસટી 5 ટકા પર યથાવત રાખવામાં આવે તો જ ટેક્સટાઈલ ઉદ્યોગ ટકી શકશે.


