અંધારામાં ધસમસતા પ્રવાહમાં 2 કલાક સુધી પરિવારના 5 સભ્યો કાર પર બેસી રહ્યા
દમણ : અંકલેશ્વરના ખાન પરિવારના 5 સભ્યો સોમવાર મળસ્કે સ્વિફ્ટ ગાડીમાં દમણ જઇ રહ્યા હતા.ત્યારે પલસાણા તાલુકાના કરણ ગામની હદમા નેશનલ હાઇવ 48 ની બાજુમાં આવેલ મેઈન કેનાલમાં ગાડી ખાબકી હતી.મોડી રાત્રીએ ગાડીમાં પરીવારના પાંચ સભ્યો પાણીમાં ગરકાવ થતાં હતા ત્યારે સભ્યો ચિચિયારીઓ પાડી હતી.જે નજીકથી પસાર થતા લોકોએ સાંભળી નજીકથી પોલીસને જાણ કરી હતી.પોલીસે ફાયર રેસ્ક્યુને જાણ કરતા ડીંડોલી ફાયરની ટીમે ગાડીમાંથી તમામ સભ્યોને બહાર કાઢી દેતા મોટી જાનહાની ટળી હતી.
ઘટના સ્થળેથી મળતી માહીતી અનુસાર અંકલેશ્વરથી સોમવારના રોજ મોડી રાત્રીના દમણ પોતાની ગાડી નંબર (DN -09 H-1599)માં અજીમ ખાન (50),તેમની પત્ની સુમૈયાખાન(43),દીકરી સ્વેથા ખાન(21)આલીયા ખાન(20)તથા ફાહીમખાન(18)નાઓ જવા માટે નીકળ્યા હતા.ત્યારે આશરે મળસ્કે 1:30 વાગ્યાના અરસામાં ને.હા.48 પર પલસાણા તાલુકાના ચલથાણ ગામનો રેલવે બ્રિજ પસાર કરી સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.સર્વિસ રોડ પર નહેરનું પુલનું બાંધકામ બાકી હોવાના કારણે ત્યાં કોઈ દિશા સૂચક બોર્ડ નહિ મુકવાના કારણે ચાલક કઈ સમજે એ પહેલાં જ ગાડી અચાનક નહેરમાં ખાબકી હતી.જેને કારણે ગાડી સહીત પરીવારના તમામ સભ્યો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.નહેરમાં પાણીનો ધસમસતા પ્રવાહ પણ વધુ હોવાથી પરીવાર ગાડીમાંથી નીકળે તો પાણીના પ્રવાહમાં તણાઇ જવાનો પણ ભય હતો,જેને લઇ પરીવારના સભ્યોએ પાણીની અંદરથી માથુ બહાર કાઢી બચાવ બચાવની બુમો પાડતા ત્યાંથી પસાર થતા લોકો દોડી આવ્યા અને ત્યાંથી પસાર થતા કડોદરા પોલીસના GRD જવાનને જાણ કરી હતી. તરત જ કડોદરા પોલિસની નાઈટ પેટ્રોલિંગની ટીમ પણ સ્થળ પર આવી હતી,અને ઘટનાની જાણ ફાયર રેક્સ્યુની ટીમને કરી હતી જે દરમિયાન સુરત શહેરની ડીંડોલી ફાયર બ્રીગેડની રેસ્ક્યુ ટિમ તાત્કાલીક ઘટના સ્થળે આવી કારમાં ફસાયેલા ખાન પરીવારના તમામ સભ્યોને એકબાદ એક સહી સલામત બહાર કાઢી ક્રેન કરીને કારને નહેરની બહાર કાઢી હતી ઘટનાની જાણ નજીકના ગામોમાં થતા મળસ્કે પણ લોકોનું ટોળું ઘટના સ્થળે દોડી આવ્યું હતું.