– અત્યાર સુધીમાં પાંચ પેસેન્જર કોરોના સંક્રમિત મળ્યાં,સેમ્પલ પુણે તપાસ માટે મોકલાયા
અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ ઉપર મંગળવારે મોડી રાતે દુબઈથી અમદાવાદ આવેલી એમીરેટસની ફલાઈટ દ્વારા આવેલા પેસેન્જરોની તપાસ દરમ્યાન વધુ એક પેસેન્જર કોરોના સંક્રમિત મળી આવતા તેના સેમ્પલ લઈ પુણે લેબોરેટરી ખાતે તપાસમાં મોકલી આપવામાં આવ્યા હતા.અમદાવાદ એરપોર્ટ ઉપર અત્યાર સુધીમાં હાઈ રીસ્ક કન્ટ્રીમાંથી આવેલા પેસેન્જરો પૈકી પાંચ પેસેન્જર કોરોના સંક્રમિત મળ્યા છે.
કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ,અમદાવાદ એરપોર્ટ ખાતે હાઈ રીસ્ક અને અધર કન્ટ્રીમાંથી આવતા પેસેન્જરોના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરવામાં આવે છે.પેસેન્જરોના નેગેટીવ રીપોર્ટ આવ્યા બાદ જ તેમને એરપોર્ટ બહાર જવાની પરવાનગી આપવામાં આવે છે.
મંગળવારે મોડી રાતે ૨.૩૦ કલાકે દુબઈ-અમદાવાદની ફલાઈટમાં આવેલા મુસાફરોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવતા આણંદના રહેવાસી એવા ૪૮ વર્ષના પેસેન્જર કોરોના સંક્રમિત હોવાનું બહાર આવતા મ્યુનિ.ટીમ દ્વારા તેના સેમ્પલ લઈ પુણે તપાસ માટે મોકલવામાં આવ્યા છે.આ અગાઉ કોરોના સંક્રમિત થયેલા પેસેન્જરો પૈકી બે ઓમિક્રોનના દર્દી હોવાની વિગત ખુલવા પામી હતી.