કર્ણાટકઃ કોંગ્રેસી MLAએ વિધાનસભામાં રેપ અંગે ભદ્દી ટિપ્પણી કરી, અધ્યક્ષ ઠહાકા મારતાં રહ્યાં

190
  • રમેશ કુમાર વિધાનસભાના અધ્યક્ષ હતા ત્યારે તેમણે પોતે બળાત્કાર પીડિતા જેવું અનુભવી રહ્યા છે તેવી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી

નવી દિલ્હી,તા.17 ડિસેમ્બર,શુક્રવાર : કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસી ધારાસભ્ય કેઆર રમેશ કુમારે મહિલાઓ માટે ખૂબ જ આપત્તિજનક અને અસંવેદનશીલ ટિપ્પણી કરી છે.તેમણે વિધાનસભામાં કહ્યું હતું કે,’જ્યારે બળાત્કારને રોકી નથી શકાતો તો સૂવો અને મજા માણો.’ચોંકાવનારી વાત એ છે કે,કોંગ્રેસી ધારાસભ્યની આ ટિપ્પણી પર વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી આપત્તિ દર્શાવવાના બદલે ઠહાકા મારીને હસવા લાગ્યા હતા.

હકીકતે ધારાસભ્ય કર્ણાટકમાં આવેલા પૂર અને તેના કારણે પાકને જે નુકસાન થયું તેને લઈ ચર્ચા અને વિવાદની માગણી કરી રહ્યા હતા.વિધાનસભામાં તેને લઈ જોરદાર હંગામો થઈ રહ્યો હતો.સ્પીકરે ધારાસભ્યોને સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ હંગામો શાંત નહોતો થયો.ત્યાર બાદ સ્પીકર હેગડેએ કહ્યું હતું કે, ‘રમેશ કુમાર તમે જાણો છો,હવે મને લાગી રહ્યું છે કે મારે આ સ્થિતિને એન્જોય કરવી જોઈએ.મેં નક્કી કર્યું છે કે,હવે કોઈને પણ રોકવાનો અને સ્થિતિ સંભાળવાનો પ્રયત્ન નહીં કરૂં.તમે લોકો ચર્ચા કરો.’

ત્યારે કોંગ્રેસી ધારાસભ્ય રમેશ કુમારે કહ્યું કે,’એક જૂની કહેવત છે..જ્યારે બળાત્કારને રોકી ન શકાય ત્યારે સૂવો અને મજા માણો.હાલ તમારી સ્થિતિ બિલકુલ એવી જ થઈ ગઈ છે.’

આ વિવાદિત ટિપ્પણી બાદ રમેશ કુમાર હવે ખરાબ રીતે ઘેરાઈ ગયા છે.તેમની જ પાર્ટીના મહિલા ધારાસભ્યોએ તેમના વિરૂદ્ધ મોરચો માંડી દીધો છે.કોંગ્રેસી ધારાસભ્ય ડો.અંજલી નિમ્બાલકરે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને સદન પાસે મહિલાઓની માફી માગવાની માગણી કરી છે.અન્ય એક કોંગ્રેસી ધારાસભ્ય સૌમ્યા રેડ્ડીએ પણ જે બન્યું તે યોગ્ય નથી તેમ કહીને માફીની માગણી કરી છે.

Share Now