ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 137 થઈ
એજન્સી, મુંબઈ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 137 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા વધીને 40 થઈ ગઈ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ નહીં કરવાનો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકેરેએ જણાવ્યું છે કે, સરકારી કર્મચારીઓની કોઈ રજા નથી. ટ્રેન અને બસ સેવા પર રોક લગાવવામાં આવી નથી પરંતુ જો લોકો બિનજરૂરી યાત્રા ટાળશે નહીં તો પબ્લિક ટ્રાન્સપોર્ટ પર રોક લગાવવાનો પણ નિર્ણય લઈ શકી છીએ.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, અત્યાર સુધી કોરોનાના 137 કેસ સામે આવ્યા છે જેમાંથી 14 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને 3ના મોત થયા છે. અમે યૂરોપિયન યૂનિયનના સંપર્કમાં છીએ જેથી યુરોપના દેશોમાં ફસાયેલા ભારતીયોના વીઝાની સમયમર્યાદા વધારી શકાય. ભારતમાં આવેલા વિદેશી લોકોના વીઝાની સમયમર્યાદા પણ જરૂરિયાત મુજબ વધારવામાં આવી રહી છે.