છોટાઉદેપુર જિલ્લાના ડુંગરભીંત ગામે કુવામાં ખાબકેલા દિપડાને રેસ્ક્યુ કરાયો

472

વડોદરા : છોટાઉદેપુર જિલ્લાના ડુંગરભીત ગામે ગત મધરાત બાદ કુવામાં ખાબકેલા દિપડાને વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.કૂવામાં નિસરણી ઉતારીને દિપડાને સલામત રીતે બહાર કાઢવામાં આવતાંની સાથે જ દિપડો જંગલમાં ભાગી છૂટ્યો હતો.અલબત્ત,દિપડો સલામત રીતે બહાર નિકળતાં ગ્રામજનોએ હાશકારો મેળવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર ડુંગરભીંત ગામે રહેતા નવલસીંગભાઈ ભલીયાભાઈ રાઠવાના કૂવામાં દિપડો ખાબક્યો હતો. જેના પગલે ગામના સરપંચ દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર છોટાઉદેપુરને આ અંગેની જાણ કરવામાં આવી હતી.એક તબક્કે તો ગ્રામજનોના ટોળા બનાવના સ્થળે ઉમટી પડ્યા હતા.ગ્રામજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા.જેના પગલે નાયબ વન સંરક્ષક ડી.એફ.ગઢવી ટીમ સાથે સ્થળ પર પહોચી ગયા હતા. વનવિભાગની ટીમે તાત્કાલીક દિપડાને રેસ્ક્યુ કરવા માટે એક નિસરણી કૂવામાં ઉતારી દીધી હતી.જે મારફતે દિપડો સલામત રીતે કૂવામાંથી બહાર આવી ગયો હતો.કૂવામાંથી બહાર આવતાંનીથી સાથે જ દિપડો જંગલ તરફ નાસી છૂટ્યો હતો.દિપડો કૂવામાંથી બહાર આવતાંથી સાથે ગ્રામજનોએ હાશકારો મેળવ્યો હતો.

Share Now