કોંગ્રેસ સ્થાપના દિવસ : પાર્ટીનો ધ્વજ ફરકાવતા પહેલા જ સોનિયા ગાંધીના હાથમાંથી પડી ગયો

240

નવી દિલ્હી, તા. 28 ડિસેમ્બર, 2021, મંગળવાર : કોંગ્રેસના 137માં સ્થાપના દિવસની ઉજવણીમાં એક ઘટના સામે આવી છે. પાર્ટી કાર્યાલય પર સ્થાપના દિવસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કોંગ્રેસના કેટલાય મોટા નેતાઓની સાથે કાર્યકર્તાઓ પણ સામેલ થયા હતા.ઉજવણી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ધ્વજ ફરકાવી રહ્યા હતા ત્યારે કોંગ્રેસનો ધ્વજ જ નીચે પડી ગયો.આ ઘટનાનો એક વીડિઓ પણ સામે આવ્યો છે.

પાર્ટીને ફરીથી પુન:જીવિત કરવાનો પ્રયત્ન

સતત 2 લોકસભા ચૂંટણી હારી ગયેલી અને રાજ્યોમાં ક્ષેત્રીયદળો સામે બિનઅસરકારક બનેલી કોંગ્રેસ સ્થાપના દિવસની સાથે જ પોતાની જાતને નવેસરથી મજબૂત કરવા જઈ રહી છે.સ્થાપના દિવસના અવસર પર નેતાઓ અને કાર્યકર્તાઓ ધરણા પ્રદર્શન અને આંદોલનની રણનીતિ પર આગળ વધવાનો સંકલ્પ લેશે.કોંગ્રેસ હવે બેરોજગારી અને સરકારી કંપનીઓના ખાનગીકરણના મુદ્દે અવાજ ઉઠાવશે.

કોંગ્રેસનું ટ્રેનિંગ અભિયાન ચાલી રહ્યું છે

સમિતિ સદસ્યોના મત પ્રમાણે પાર્ટી દેશભરમાં જનતા સુધી પહોંચવા માટે એક ટ્રેનિંગ અભિયાન પહેલાથી જ શરૂ કરી ચૂકી છે.જિલ્લા અને બ્લોક સ્તર સુધી લગભગ 5500 ટ્રેનર તૈયાર કરવામાં આવી રહ્યા છે.જે શેરી પ્રવક્તાની ભૂમિકામાં ચા ની દુકાનો અને અન્ય જાહેર સ્થળો પર સમાજમાં થતી ચર્ચામાં પાર્ટીનો પક્ષ મૂકવા માટે તૈયાર છે.

Share Now