– ધર્માંતરણ માટે લાલચ આપી હતી
– આદિવાસીઓને મફત શિક્ષણ,સ્વાસ્થ્ય સેવા અને નોકરીની પાદરીએ ઓફર કરી હતી : ફરિયાદી
ભોપાલ : ધર્માંતરણના કેસમાં મધ્ય પ્રદેશ પોલીસ દ્વારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક કેથોલિક ચર્ચના પાદરીનો પણ સમાવેશ થાય છે.અહીંના જાબુઆ જિલ્લાના કેટલાક આદિવાસીઓને લાલચ આપી ખ્રિસ્તી ધર્મમાં લાવવાના પ્રયાસ બદલ તેમની સામે આ કાર્યવાહી કરાઇ હતી.
કલ્યાણુર પોલીસને મળેલી ફરિયાદમાં દાવો કરાયો છે કે એક પાદરી જામ સિંઘ ડિંડોરા અને તેેમના સમર્થક અન સિંઘ બન્ને મળીને અન્ય એક શખ્સની મદદથી ગ્રામીણ વિસ્તારના આદિવાસીઓેને મફત શિક્ષણ,સ્વાસ્થ્ય સેવાઓ વગેરેની લાલચ આપી રહ્યા હતા.બદલામાં તેમને ધર્મ પરિવર્તન માટે કહી રહ્યા હતા. પોલીસે દાવો કર્યો હતો કે જ્યારે ધર્માંતરણ થઇ રહ્યું હતું ત્યારે જ તેમની ધરપકડ કરાઇ છે.
સૃથળ પરથી કેટલાક ધર્મગ્રંથો અને ધાર્મિક વસ્તુઓ કે સાહિત્ય પણ મળી આવ્યું છે.ખુદ ફરિયાદીએ દાવો કર્યો હતો કે મને પણ ધર્માંતરણ માટે પાદરીએ બોલાવ્યા હતા.મારા પર ધાર્મિક વીધી પણ કરવામાં આવી હતી અને ખ્રિસ્તી ધર્મ અપનાવવા બદલ સ્વાસ્થ્ય તેમજ મફત શિક્ષણની લાલચ આપવામાં આવી હતી.જોકે અમે આ ઓફરને ઠુકરાવી દીધી હતી અને ધર્માંતરણ કરવાની ના પાડી ઔદીધી હતી.
રાયપુરની ધર્મ સંસદમાં વિવાદિત નિવેદન
ગાંધીજીની હત્યા બદલ ગોડસેને સલામ કહેનારા હિન્દુ નેતા સામે ફરિયાદ
ઇસ્લામનો મુખ્ય ટાર્ગેટ રાજનીતિ દ્વારા દેશ પર કબજો કરવાનો છે તેવો કાલિચરણનો દાવો
રાયપુર : છત્તીસગઢ પોલીસે મહાત્મા ગાંધીજી અંગે વાંધાજનક નિવેદન આપવા બદલ અને તેમના હત્યારા નાથુરામ ગોડ્સેના વખાણ કરનારા એક હિન્દૂ સંગઠનના નેતા સામે ફરિયાદ દાખલ કરી છે.કાલિચરણ મહારાજ નામના આ શખ્સે ગાંધીજીની હત્યા બદલ ગોડસેના વખાણ પણ કર્યા હતા.
રાયપુરમાં આયોજિત બે દિવસની ધર્મ સંસદમાં કાલિચરણ નામના આ શખ્સે ગાંધીજી અંગે વાંધાજનક નિવેદન આપ્યું હતું,પોતાને હિન્દૂ સંગઠનના નેતા ગણાવતા કાલિચરણે ગાંધીજીની હત્યાને યોગ્ય ઠેરવી હતી અને સાથે હત્યારા નાથૂરામ ગોડસેના વખાણ પણ કર્યા હતા.જેને પગલે કોંગ્રેસના નેતા પ્રમોદ દૂબે દ્વારા આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને આ નિવેદન આપનારા કાલિચરણની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કાલિચરણે આ ધર્મસંસદમાં દાવો કર્યો હતો કે ઇસ્લામનો મૂખ્ય ટાર્ગેટ રાજકારણ દ્વારા દેશ પર કબજો કરવાનો છે, 1947માં પણ આવુ જ થયું હતું.તેઓએ અગાઉ ઇરાન,ઇરાક પર કબજો કર્યો હતો બાદમાં તેઓએ બાદમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ બનાવ્યું. હું નાથુરામ ગોડસેને સલામ કરૂં છું કે જેમણે ગાંધીજીની હત્યા કરી.

