આગામી વર્ષે દેશના વિવિધ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે અને આ પહેલા પોલિટિકલ બેટલ જોરશોરમાં છે.કોંગ્રેસના અનેક નેતાઓ અનેક વિવાદિત નિવેદન આપીને ઈલેક્શન પહેલા જ કોંગ્રેસનું નુકસાન કરાવી બેસે છે.આવા ‘સેલ્ફ ગોલ’ ના અનેક ઉદાહરણો લોકો સામે છે.
કોંગ્રેસના પીઢ નેતા દિગ્વિજય સિંહે આપેલા એક નિવેદનથી દેશભરમાં હોબાળો મચ્યો છે.તેમણે ગૌમાંસ મામલે આપેલા સ્ટેટમેન્ટના કારણે તેમનો દેશના વિવિધ ભાગમાં વિરોધ થઈ રહ્યો છે.દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ‘વીર સાવરકરે કહ્યું હતું કે હિંદુ ધર્મને હિંદુત્વ સાથે કોઈ લેવાદેવા નથી.તેમણે ક્યારેય ગાયને ‘માતા’ માન્યું નથી અને તેમને બીફ ખાવામાં કોઈ વાંધો નથી.”
આ નિવેદન બાદ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે,’જો કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહને બીફ આરોગવું યોગ્ય લાગે તો તેમણે તેમનું નામ બદલીને ‘દિગ્વિજય ખાન’ કરી નાખવું જોઈએ.’ આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે,’ દિગ્વિજય સિંહ અત્યારે પોલિટિકલ રિટાયરમેન્ટ મોડમાં છે. તે કંઈ પણ બોલે છે.’


