- કમલમ પર પેપર કાંડ મામલે વિરોધ કરવાના મામલે આપના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને સેશન્સ કોર્ટ ગાંધીનગર દ્વારા શરતી જામીન મંજુર કરાયા છે.
ગાંધીનગરઃ આપના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને સેશન્સ કોર્ટ ગાંધીનગર દ્વારા શરતી જામીન મંજુર કરવામાં આવ્યા છે. કમલમ પર પેપર કાંડ મામલે વિરોધ કરવાના મામલે આપના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને સેશન્સ કોર્ટ ગાંધીનગર દ્વારા શરતી જામીન મંજુર કરાયા છે.ઈસુદાન ગઢવી,ગોપાલ ઇટલીયા સહિત બધાના જમીન મંજૂર કરાયા છે.
ઇસુદાન વકીલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે,આજે બીડુ મળી જશે તો સાંજ સુધીમાં તમામનો જેલમાંથી છૂટકારો થઈ શકે છે.તેમજ તેમણે કોર્ટ દ્વારા જે શરત રાખવામાં આવશે તે પાલન કરવાની બાંહેધરી આપી હતી.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ પર આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા હલ્લાબોલમાં પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું,જેમાં ભાજપની મહિલાઓ અને કાર્યકરોને આપના કાર્યકરો અને આગેવાનો દ્વારા માર મારવામાં આવ્યા અને છેડતી કરી હોવાના તથા અન્ય આક્ષેપો સાથે ફરિયાદ કરવામાં આવી હતી.જેને લઈ પોલીસે કુલ 93 આરોપીઓની ધરપકડ કરી હતી.જેમાંથી મહિલા આરોપીઓને રાતે જ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.જ્યાં તેમના જામીન નામંજૂર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.ત્યારે બાકીના 65 પુરુષ આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.કોર્ટે આપના એક નેતા સિવાય તમામ લોકોના જામીન નામંજૂર કર્યા હતા.કોર્ટે રજનીકાંત પરમાર નામના આરોપી યુવકને વચગાળાના જમીન આપ્યા હતા.