– સરહદે વિવાદ અને આતંકવાદની ચર્ચા વચ્ચે
– બેઠકમાં રાજ્યો અને કેન્દ્રીય એજન્સીઓને એકબીજા સાથે મળીને કામ કરવાની સલાહ ગૃહ મંત્રીએ આપી
નવી દિલ્હી : દેશની સુરક્ષાની વર્તમાન સિૃથતિ અને ભવિષ્યમાં તેને પહોંચી વળવા માટેની રણનીતિ પર ચર્ચા કરવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક હાઇ લેવલની બેઠક યોજી હતી. સરહદી વિવાદો પર પણ આ બેઠકમાં ચર્ચા થઇ હોવાના રિપોર્ટ છે.
બેઠકમાં દરેક ગુપ્ત એજન્સીઓ, કેંદ્રીય આૃર્ધસૈન્ય દળોની ગુપ્ત એજન્સીઓ, નાણાકીય બાબતો સાથે જોડાયેલી એજન્સીઓના ટોચના અિધકારીઓ તેમજ દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ વડાઓ પણ જોડાયા હતા.આ બેઠકમાં મોટા ભાગના અિધકારીઓ વીડિયો કોન્ફરંસના માધ્યમથી જોડાયા હતા.ગૃહ મંત્રાલયના અિધકારીઓએ પણ ભાગ લીધો હતો.ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પહેલી વખત આ પ્રકારની બેઠક બોલાવવામાં આવી હતી કે જેમાં મોટા ભાગની સુરક્ષા એજન્સીઓ અને પોલીસ વિભાગના અિધકારીઓ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં સુરક્ષા અંગેની વર્તમાન સિૃથતિ તેમજ ભવિષ્યની નીતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી.અમિત શાહે આ બેઠકમાં સુરક્ષા એજન્સીઓને આતંકવાદ મુદ્દે વધુ કડક કાર્યવાહી કરવા અને એકબીજાની સાથે માહિતી આદાન પ્રાદાન કરવા કહ્યું હતું. આતંકી સંગઠનો ભારતમાં પગપેસારો કરવા લાગ્યા હોવાના રિપોર્ટ બાદ આ બેઠક યોજાઇ હતી.જ્યારે બીજી તરફ સરહદે ચીને પોતાનો ધ્વજ પણ ફરકાવી દીધો છે. જોકે ચીન વિવાદ મુદ્દે આ બેઠકમાં ચર્ચા થઇ હતી કે કેમ તે અંગે માહિતી જાહેર કરવામાં નથી આવી. બેઠકનો મૂળ હેત આતંકવાદ સામે પહોંચી વળવાની રણનીતિ પર ચર્ચાનો હોવાના અહેવાલો છે.