‘મંદિરમાં જેને પૂજા કરતા નથી આવડતું તે હિન્દુ-હિન્દુત્વ પર જ્ઞાન આપી રહ્યા છે’.. રાહુલ પર યોગી આદિત્યનાથે કર્યો હુમલો

178

– અમેઠીમાં યોગી આદિત્યનાથે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યુ કે, જેને મંદિરમાં પૂજા કરતા આવડતું નથી, તે હિન્દુ અને હિન્દુત્વ પર જ્ઞાન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે વિઘટન અને વિભાજન તેના જીવનનો ભાગ છે.

અમેઠી : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે જે લોકો મંદિરમાં પૂજા કરતા આવડતી નથી તેઓ હિન્દુ અને હિન્દુત્વનું જ્ઞાન આપી રહ્યા છે.અમેઠીમાં રૂ. 293 કરોડના ખર્ચે નિર્માણ થનારી સરકારી મેડિકલ કોલેજનો શિલાન્યાસ કર્યા બાદ મુબારકપુર, જગદીશપુરમાં એક જાહેર સભામાં જૂની ઘટનાને યાદ કરતાં યોગીએ કહ્યું, “અહીંના ભૂતપૂર્વ સાંસદ (રાહુલ ગાંધી) ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ડિસેમ્બર 2017માં એક મંદિરમાં ગયા પરંતુ તે ઘૂંટણ પર બેસી ગયા, ત્યાં પુજારીએ ટોકતા કહ્યુ કે પલાઠી વાળીને બેસો, આ મંદિર છે, મસ્જિદ નહીં.

શું બોલ્યા હતા રાહુલ?

આ ઉદાહરણમાં સ્વયંને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાખતા રાહુલે કહ્યુ હતુ કે, ‘મહાત્મા ગાંધી હિન્દુ હતા તેથી તેમને મહાત્મા કહેવામા આવ્યા પરંતુ નાથુરામ ગોડસેને ક્યારેય મહાત્મા ન કહી શકાય કારણ કે તે ખોટુ બોલતા હતા, હિંસા ફેલાવતા હતા, નફરત ફેલાવતા હતા અને હિન્દુ મહાત્મા ગાંધીને ત્રણ ગોળી મારી દીધી હતી.’ ગાંધી-નેહરૂ પરિવાર વિરુદ્ધ આક્રમક વલણ અપનાવતા યોગીએ કહ્યુ- વિઘટન અને વિભાજન જેના જીનનો ભાગ છે, જેના પૂર્વજ કહે છે કે અમે એક્સીડેન્ટલી હિન્દુ છીએ. તે આજે સ્વયંને હિન્દુ પણ ન ગણાવી શકે. તેની મજબૂરી છે કે તે તમારા ઉત્સાહ,ઉમંગ અને આસ્થાની સામે નતમસ્તક છે, બાકી તેણે પહેલા જ કહી દીધુ હતુ કે અમે એક્સીડેન્ટલી હિન્દુ છીએ.

ભારત અને અમેઠીની વિરુદ્ધ બોલે છે રાહુલ : યોગી

સૂફી સંત મલિક મોહમ્મદ જાયસી અને કૃષ્ણ પર તેમની રચનાઓનું ઉદાહરણ આપતા મુખ્યમંત્રીએ કહ્યુ- તેમણે પોતાની રચનાઓમાં ઘણુ લખ્યુ છે.અમેઠીએ આઝાદી બાદ જેણે પોતાની સત્તા સોંપી, જો તેને જાયસીની રચનાઓ યાદ હોત તો તે હિન્દુ અને હિન્દુત્વની વાત ન કરત.રાહુલ ગાંધી પર હુમલો કરતા યોગીએ કહ્યુ કે, અમેઠીના પૂર્વ સાંસદ જ્યારે વિદેશમાં જાય છે તો ભારત વિરુદ્ધ બોલે છે અને કેરલમાં હોય તો અમેઠી વિરુદ્ધ બોલે છે, વ્યક્તિએ આટલું સ્વાર્થી ન હોવું જોઈએ.

સ્મૃતિએ સાધ્યુ નિશાન

જનસભામાં કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી સાંસદ સ્મૃતિ ઈરાનીએ પણ વિપક્ષી દળો પર નિશાન સાધતા કહ્યુ- અમેઠીને અંધકારમાં રાખવાનો અપરાધ એક પરિવારે નથી કર્યો. હાથ (કોંગ્રેસનું ચૂંટણી નિશાન) અને સાયકલ (સમાજવાદી પાર્ટીનું ચૂંટણી નિશાન) અને પછી હાથી (બહુજન સમાજવાદી પાર્ટીનું ચૂંટણી નિશાન) પર ચઢીને અમેઠીના સપનાનો તિરસ્કાર કર્યો.

રાહુલ પ્રિયંકાના હાલના અમેઠી પ્રવાસ પર ઈરાનીએ કહ્યુ- ચૂંટણી આવતા ભાઈ-બહેને અહીં આવી હિન્દુ અને હિન્દુત્વની વાત કરી.હું જણાવવા ઈચ્છું છું કે અસલી હિન્દુ છે જે અયોધ્યામાં રામ મંદિર બનાવી રહ્યાં છે.મુખ્યમંત્રીએ આજે તિલોઈમાં 86.42 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલી 200 બેડની ક્ષમતાવાળી જિલ્લા રેફરલ હોસ્પિટલનું પણ લોકાર્પણ કર્યુ હતું.

Share Now