– તિબેટના નાગરિકો પર ચીનનો કેર વધ્યો
– બહારના લોકોને માહિતી આપવાનો આરોપ લગાવી એક મઠમાંથી 11 બૌદ્ધ ભિક્ષુઓની ધરપકડ કરાઇ : સ્થાનિક મીડિયા
બેજિંગ : ચીનના સિચુઆન પ્રાંતમાં ચીનના અિધકારીઓ તિબેટીયન બૌદ્ધ ભિક્ષુઓની બેફામ ધરપકડ કરી રહ્યા છે. એટલુ જ નહીં તેમની ભારે મારપીટ પણ કરી રહ્યા છે. તેમના પર એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ ભિક્ષુઓએ લુહુઓ કાઉંટીમાં બુદ્ધની 99 ફૂટની મુર્તીને ધ્વંસ કરવામાં આવી તેની માહિતી બહારના લોકો સુધી પહોંચાડી.
તિબેટમાં ચીન દ્વારા ગયા ડિસેંબર મહિનામાં બુદ્ધની અનેક ઐતિહાસિક મુર્તીઓને તોડી પાડવામાં આવી હતી. જોકે તેની જાણકારી અતી ગુપ્ત રાખવામાં આવી હતી પણ તિબેટના બૌદ્ધ ભિક્ષુઓએ તેની માહિતી લોકો સુધી પહોંચાડી દીધી હતી.જેથી હવે ચીન આ ભિક્ષુઓની શોધખોળ કરીને તેમને ઢોર માર મારી રહ્યું છે.
બીજી તરફ અિધકારીઓનો દાવો હતો કે આ મુર્તીઓને વધુ પડતી ઉંચાઇ પર બનાવવામાં આવી હતી તેથી તેનો નાશ કરવો જરૂરી હતો.જોકે બૌદ્ધની મુર્તીઓને આ રીતે તોડી નાખવાની ઘટનાથી બૌદ્ધ ભિક્ષુઓ અને તિબેટના નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.તેઓ પોતાનુ દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે, જેની સજા ચીન તેમને આપી રહ્યું છે.ચીનના અિધકારીઓએ હાલમાં જ ડ્રાગોમાં એક મઠમાંથી 11 બૌદ્ધ ભિક્ષુઓની ધરપકડ કરી હતી.સૃથાનિક મીડિયાનો દાવો છે કે બહારના લોકોને માહિતી પહોંચતી કરવાના આરોપો લગાવી આ ધરપકડ કરાઇ છે.


