દેશમાં કોરોનાનો હાહાકાર, 24 કલાકમાં વધુ 1.68 લાખ લોકો સંક્રમિત

444

નવી દિલ્હી, તા. 11. જાન્યુઆરી 2022 મંગળવાર : દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.68 લાખ કેસ સામે આવ્યા બાદ સરકારની ચિંતા વધી ગઈ છે.છેલ્લા 24 કલાકમાં 277 લોકોના મોત પણ થયા છે.દેશમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 8.21 લાખ થઈ ગઈ છે.જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 3.58 કરોડ લોકો કોરોનાથઈ સંક્રમિત થયા છે અને તેમાંથી 3.45 કરોડ લોકો સાજા થઈ ચુકયા છે.જોકે સોમવારના મુકાબલે કોરોનાના સંક્રમણના કેસ થોડા ઓછા નોધાયા છે.સોમવારે 1.79 લાખ દર્દીઓ સંક્રમિત થયા છે.દેશમાં હાલમાં કોરોનામાંથી સાજા થવાનો દર 96.36 ટકા છે.બીજી તરફ 277 દર્દીઓના મોત થયા બાદ કોરોનાથી મોતને ભેટેલા લોકોનો અત્યાર સુધીનો આંકડો 4.84 લાખને પાર કરી ગયો છે.કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના 428 કેસ છેલ્લા 24 કલામકાં સામે આવ્યા બાદ હવે દેશમાં ઓમિક્રોન દર્દીઓની સંખ્યા 4461 થઈ છે.જેમાંથી 1711 દર્દીઓ સાજા પણ થઈ ચુકયા છે.

Share Now