ઈંગ્લેન્ડઃ 18 કરોડ વર્ષ પુરાણા વિશાળકાય ‘સમુદ્રી ડ્રેગન’નું જીવાશ્મ મળ્યું

479
  • આ જીવાશ્મ આશરે 33 ફૂટ લાંબુ છે મતલબ કે,તેના નાકથી લઈને પૂંછડી સુધી

નવી દિલ્હી,તા.12 જાન્યુઆરી,બુધવાર : ઈંગ્લેન્ડના પૂર્વીય મિડલેન્ડ્સ ખાતેથી જુરાસિક કાળના એક એવા સમુદ્રી ડ્રેગનનું જીવાશ્મ મળ્યું છે જે હકીકતમાં 18 કરોડ વર્ષ પહેલા ધરતી પર ઉપસ્થિત હતો.અગાઉ એવું માનવામાં આવતું હતું કે,તે વાર્તાઓનું એક રહસ્યમયી પાત્ર જ છે.આ જીવનું નામ છે ઈચ્થિયોસૉર(Ichthyosaur)બ્રિટનમાંથી પહેલી વખત તેનું અનેક હદે સહીસલામત જીવાશ્મ મળી આવ્યું છે.

આ જીવાશ્મને સૌથી પહેલા ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં લીસેસ્ટશાયર સ્થિત રૂટલેન્ડ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટના કંઝરવેશન ટીમ લીડર જો ડેવિસે શોધ્યું હતું.તે સમયે તેઓ રૂટલેન્ડ વોટર બૈકના લગૂન આઈલેન્ડમાંથી પાણી સાફ કરાવી રહ્યા હતા. તે સમયે તેમને એક વિચિત્ર શાર્ક જેવી આકૃતિ દેખાઈ હતી.ત્યાર બાદ ત્યાં ખનનકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

ગત વર્ષે ઓગષ્ટ, સપ્ટેમ્બર મહિના સુધી ઝીણવટપૂર્વક ખનનકાર્ય કર્યા બાદ પૈલિયોટોંલૉજિસ્ટ પાસે તેની તપાસ કરાવવામાં આવી હતી.આ સપ્તાહ દરમિયાન જ તેની સાર્વજનિક ઘોષણા કરવામાં આવી છે.આ જીવાશ્મ આશરે 33 ફૂટ લાંબુ છે.મતલબ કે,તેના નાકથી લઈને પૂંછડી સુધી.માત્ર તેના માથાનો હિસ્સો જ 6.5 ફૂટ લાંબો છે.આ જીવાશ્મનું વજન આશરે એક ટન છે.મતલબ કે,આ જીવનું વજન તેના કરતાં આશરે 3 ગણું વધારે રહ્યું હશે.

પૈલિયોટોંલૉજિસ્ટ અને વિશ્વના પ્રસિદ્ધ ઈચ્થિયોસૉર એક્સપર્ટ ડૉ.ડીન લોમૈક્સએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે,આ વાસ્તવમાં એક ખૂબ મોટું સંશોધન છે.બ્રિટનમાં આવા પ્રાચીન જીવનું જીવાશ્મ મળે તે ખૂબ દુર્લભ વાત છે.તેનાથી જાણવા મળે છે કે,એક જમાનામાં અહીં સમુદ્ર હતો જેમાં આ જીવ રાજ કરતું હતું.આ બિલકુલ એવા પ્રકારનું સંશોધન છે જેવી રીતે અમેરિકાના બૈડલૈંડ્સમાં ટાઈરૈનોસૉરસ રેક્સ (Tyrannosaurus rex)ની શોધ થઈ હતી.

Share Now