– UKમાં 63 ટકા વસતિને બૂસ્ટર ડોઝ લાગ્યો છે. જોકે ભારતમાં હજી સામાન્ય માણસોને બૂસ્ટર ડોઝ આપવાની પરવાનગી મળી નથી.હાલ માત્ર ફ્રન્ટલાઈનવર્કર્સ,હેલ્થકેરવર્કર્સ અને 60 વર્ષથી ઉપરના વૃદ્ધોને પ્રિકોશન ડોઝ અપાઈ રહ્યો છે,જેમને બીજા ડોઝ માટે 9 મહિના પૂરા થયા છે.સવાલ એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે શું બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવી જોઈએ?અમે આ સવાલનો જવાબ શોધવા માટે ભારત અને UKના એક્સપર્ટ્સ સાથે વાત કરી.વાંચો આ રિપોર્ટ..
પ્રથમ એક્સપર્ટઃ ડો.રજય નારાયણ, ફાઉન્ડર અને ડાયરેક્ટર, ગ્લોબલ હેલ્થ એલાયન્સ, UK સરકાર ઈચ્છે તો બે મહિનામાં વેક્સિન પ્રોડક્શન વધારીને બૂસ્ટર ડોઝ બધા માટે ઓપન કરી શકે છે…
બૂસ્ટર ડોઝને લઈને USA, UKમાં ઘણાં એક્સટેન્સિવ રિસર્ચ થઈ ચૂક્યાં છે,જેમાં સાબિત થયું છે કે બૂસ્ટર ડોઝ ઓમિક્રોન સામે 90 ટકા સુરક્ષા આપે છે.બૂસ્ટર લાગ્યા પછી પણ તમે સંપૂર્ણ રીતે કોરોનાના ખતરાથી બહાર નહી આવી શકો,જોકે તમને કોવિડ થવાનું રિસ્ક ખૂબ જ ઘટી જશે.જો કોવિડ થયો તો ખૂબ જ માઈલ્ડ થશે.મૃત્યુ નહિ થાય. હોસ્પિટલમાં એડમિટ થવાનો વારો નહિ આવે.
UKમાં 63 ટકા વસતિને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે.હાલ અહીં બેથી અઢી લાખ સંક્રમણના કેસ રોજ આવી રહ્યા છે.જોકે કોઈએ હોસ્પિટલ જવું પડ્યું નથી.અમારા મતે તો 18 વર્ષથી વધુ ઉંમરવાળા તમામ લોકો માટે ભારતમાં બૂસ્ટર ડોઝ ઓપન કરી દેવો જોઈએ.
ઈઝરાયેલમાં તો હવે ચોથો ડોઝ અપાઈ રહ્યો છે.જોકે વસતિની રીતે ભારત અને ઈઝરાયેલની સરખામણી ન થઈ શકે. જોકે સરકાર બૂસ્ટર ડોઝને તમામ માટે ઓપન કરી શકે છે.ઘણી વખત વેક્સિનની અછતને પણ આ માટે કારણભૂત ગણવામાં આવે છે.જોકે મને લાગે છે કે સરકાર ઈચ્છે તો એકથી બે મહિનામાં જ વેક્સિન પ્રોડક્શનની કેપેસિટી વધારી શકે છે.
ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ વેક્સિનનું મોટે પાયે પ્રોડક્શન કરી રહી છે.સીરમ પાસેથી યુરોપના પણ ઘણા દેશો પણ વેક્સિન લઈ રહ્યા છે.થોડા સમય પહેલાં કંપની તરફથી નિવેદન આવ્યું હતું કે સરકારની ડિમાન્ડ આવતી ન હોવાને કારણે વેક્સિનનું પ્રોડક્શન ઘટાડવું પડશે.આવા સંજોગોમાં વેક્સિનની ઉપલબ્ધિ ન હોવાની વાત સાચી નથી.સરકારે પ્રાયોરિટી ગ્રુપની સાથે બધા માટે બૂસ્ટર ઓપન કરવો જોઈએ.જેથી લોકોને કોરોનાથી રક્ષણ મળે.
બીજા એક્સપર્ટઃ ડો.ચંદ્રકાંત લહારિયા, દેશના જાણીતા પબ્લિક હેલ્થ પોલિસી એક્સપર્ટ અને મહામારી નિષ્ણાત MRNA વેક્સિનનો બૂસ્ટર ડોઝ એન્ટિબોડીને 24 ગણી વધારી શકે છે…
બૂસ્ટર ડોઝ આપનારા મોટા ભાગના દેશ વાઈરસનું ટ્રાન્સમિશન રોકવા પર ફોકસ કરી રહ્યા છે,કારણ કે ગંભીર બીમારીથી બચવા માટે કોઈપણ વેક્સિનના બે ડોઝ પૂરતા છે.બે ડોઝ પછી મોટા ભાગના કેસમાં હોસ્પિટલમાં એડમિટ થવું પડતું નથી અને ડેથ રેટ ઘણો ઓછો થઈ જાય છે,જેવું આપણને હાલ ભારતમાં જોવા મળી રહ્યો છે.
રહી વાત બૂસ્ટર ડોઝની, તો ભારતની સ્થિતિ બાકીના દેશો કરતાં ઘણી અલગ છે.USમાં ગત વર્ષે જાન્યુઆરીમાં જ વેક્સિનેશન શરૂ થઈ ગયું હતું.આપણા ત્યાં મે-જૂનમાં શરૂ થઈ શક્યું હતું.પછી વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ત્રણ મહિનાનો ગેપ પણ હતો.બીજો શોટ જુલાઈ,ઓગસ્ટમાં લાગી શક્યો હતો.આ રીતે જોઈએ તો લોકોને હાલ ફુલ્લી વેક્સિનેટેડ થયાને વધુ ટાઈમ થયો નથી.
બૂસ્ટર ડોઝને લઈને કેટલાક સ્ટડી થયા છે, જેમાં જાણવા મળ્યું છે કે MRNA વેક્સિનનો બૂસ્ટર એન્ટિબોડીને 24 ગણી વધારે છે. પ્રોટીન બેઝ્ડ વેક્સિન 8 ગણી અને જે વેક્સિનનો ડોઝ પહેલા લેવામાં આવ્યો છે એનો જ બૂસ્ટર લેવા પર 3 ગણી એન્ટિબોડી વધે છે.જોકે MRNA વેક્સિન ભારતમાં ઉપલબ્ધ નથી અને ઝડપથી આવવાની શક્યતા પણ નથી.
એવામાં આપણે પ્રોટીન વેક્સિનથી જ બૂસ્ટર ડોઝ આપવો જોઈએ,કારણ કે એમાં 8 ગણું પ્રોટક્શન મળે છે. હાલ જે વેક્સિનના બે ડોઝ લાગ્યા છે એનો જ પ્રિક્રોશન ડોઝ અપાઈ રહ્યો છે.જોકે ભારતમાં બૂસ્ટરને લઈને હાલ પૂરતા સાયન્ટિફિક પુરાવા આવ્યા નથી. 60 વર્ષથી ઓછી ઉંમરવાળા લોકોને બૂસ્ટર ડોઝ આપવાનો હજી સુધી કોઈ સાયન્ટિફિક પુરાવો મળ્યો નથી.આ કારણે બધા લોકોને બૂસ્ટર ડોઝ આપવાની કોઈ જરૂરિયાત નથી.આગામી 60 દિવસમાં ઘણા લોકો ઓમિક્રોનથી સંક્રમિત થશે.ઓમિક્રોન થયા પછી બોડીમાં એન્ટિબોડી લેવલ 14 ગણું વધી જાય છે,એટલે કે ઓમિક્રોન થયા પછી આમ પણ આગામી ચારથી છ મહિના સુધી વેક્સિનની કોઈ જરૂર નથી.આ કારણે આપણે બૂસ્ટર ડોઝ માટે બેથી ત્રણ મહિના સુધી રાહ જોવી જોઈએ.
USA, UKમાં બૂસ્ટર ડોઝ અપાઈ રહ્યો છે, કારણ કે ત્યાં વેક્સિનેશન આપણા કરતાં પહેલાં શરૂ થયું હતું. ત્યાં જે વેક્સિન લગાવવામાં આવી છે એ અલગ છે. ત્યાંની પરિસ્થિતિઓ પણ ભારત કરતાં અલગ છે. આપણે આપણા દેશ પ્રમાણે હજી વધુ સાયન્ટિફિક પુરાવા જોવાના છે. પછી બૂસ્ટર માટે યોગ્ય વેક્સિન પસંદ કરવાની છે. એ પછી આ અંગેનો નિર્ણય કરવો જોઈએ. મને લાગે છે કે મિડ ફેબ્રુઆરી સુધીમાં આ અંગે કોઈ નિર્ણય લેવાશે. અલગ વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવો જ યોગ્ય રહેશે.
કઈ કંપનીને DGCIમાંથી એપ્રૂવલ મળ્યું નથી
નીતિ આયોગના ટોપ સોર્સના જણાવ્યા મુજબ,કેન્દ્રએ તમામ કંપનીઓને બૂસ્ટર ડોઝના સ્ટડી માટે પરવાનગી આપી છે.કંપનીએ તેમના સ્ટડી અને ડેટાને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા સમક્ષ રજૂ કરવા પડશે.DGCIમાંથી પરવાનગી મળ્યા પછીથી એક્સપર્ટ્સનું ગ્રુપ તપાસ કરશે. એ પછીથી જ એપ્રૂવલ મળી શકશે.
ફેબ્રુઆરીના મધ્ય કે માર્ચ સુધીમાં કંપનીઓને બૂસ્ટર માટે એપ્રૂવલ મળી શકે છે. જોકે દેશમાં હાલ બૂસ્ટર ડોઝની જરૂરિયાત અનુભવાઈ રહી નથી.આ પાછળનું કારણ એવું છે કે બે ડોઝ લીધા પછી એન્ટિબોડી ઘણી ડેવલપ થઈ છે.ઓમિક્રોન પણ એન્ટિબોડીને વધારી રહ્યો છે.

