- પાકિસ્તાને ડ્રગ્સ તસ્કરોની મદદથી સમુદ્ર અને જમીન માર્ગેથી 24 જેટલા બોમ્બ ભારતમાં ઘુસાડયાના રિપોર્ટ
નવી દિલ્હી : દિલ્હીના ગાઝીપુર મંડીમાં ગત શુક્રવારે ટાઇમર સાથે આઇઇડી બોમ્બ મળ્યો હતો.જેની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને આ બોમ્બ પાછળ પાક.નો હાથ હોવાના પુરાવા મળ્યા છે.પાકિસ્તાન ડ્રગ્સ તસ્કરોની મદદથી ભારતમાં આઇઇડી મોકલી રહ્યું છે.જેના માટે પાકિસ્તાન સમુદ્રી અને જમીન માર્ગોનો ઉપયોગ કરી રહ્યું છે.બીજી તરફ ગાઝીપુર મંડીમાં મળી આવેલા બોમ્બને પ્લાંટ કરવાની જવાબદારી એક આતંકી સંગઠને લીધી હોવાના અહેવાલો સામે આવ્યા છે.
દિલ્હીના ગાઝીપુર ફૂલ મંડળી વિસ્તારમાંથી જે બોમ્બ મળ્યો છે તેને પ્લાન્ટ કરવાની જવાબદારી આતંકી સંગઠન મુજાહિદ્દીને લીધી હતી.અલકાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠન મુજાહિદ્દીન ગજવાત હિન્દે લીધી હતી.આ આતંકી સંગઠને ટેલિગ્રામની મદદથી એક લેટર જાહેર કર્યો હતો. આ લેટરમાં લખ્યું છે કે અમારા જ મુજાહિદ ભાઇઓએ 14મી જાન્યુઆરીએ ધમાકા માટે દિલ્હીના ગાઝીપુરમાં આઇઇડી પ્લાન્ટ કર્યો હતો.જે કોઇ ટેક્નીકલ કારણોસર ફૂટયો નહીં,
જોકે હવે જ્યારે બોમ્બ ફીટ કરીશું ત્યારે આવુ નહીં થાય.આગળ ધમકી આપતા કહ્યું છે કે અમે વધુ તૈયારી સાથે ધમાકો કરીશું.જેની ગૂંજ પુરા ભારતમાં સાંભળવા મળશે.અમે અમારૂ બેઝ ભારતના રાજ્યમાં બનાવી લીધુ છે.અમે ભારતની સામે વધુ તાકાત સાથે લડીશું અને શરીયાનું રાજ્ય બનાવીશું.એવી જાણકારી મળી છે કે ગાઝીપુર મંડીમાંથી જે બોમ્બ મળી આવ્યો છે તેમાં ટાઇમર પણ ફિટ કરવામાં આવ્યું હતું.આ બોમ્બ ટાઇમરની મદદથી એક કલાક અને આઠ મિનિટ બાદ ફુટવાનો હતો.જોકે તપાસમાં સામે આવ્યું છે કે આ બોમ્બ પાકિસ્તાને ડ્રગ્સ તસ્કરોની મદદથી મોકલ્યો હતો.
ભારતમાં આવા કેટલા બોમ્બ પાકિસ્તાને મોકલ્યા છે તેના ચોક્કસ આંકડા નથી પણ તપાસમાં સામે આવ્યું છે કે પાકિસ્તાને આવા 24 જેટલા બોમ્બ ભારતમાં ઘુસાડયા છે.જેમાંથી એક બોમ્બ ગાઝીપુર મંડી પરથી મળી આવ્યો છે.જેને પગલે હવે દેશભરમાં તપાસ ચાલી રહી છે અને એલર્ટ પણ આપવામાં આવ્યું હોવાના અહેવાલો છે.
દિલ્હી પોલીસે મુંબઇ, લખનઉ, ઇલાહાબાદ અને દિલ્હીમાંથી કરેલી ધરપકડો બાદ આતંકી મોડયૂલનો પણ ભાંડો ફોડયો છે.જેનું આઇઇડી જપ્ત કરાયું તેની સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે.તપાસમાં સામે આવ્યું છે કે આઇઇડી ગત સ્વતંત્રતા દિન નિમિત્તે ભારતમાં ઘુસાડવામાં આવ્યું હોઇ શકે છે.જેથી દિલ્હી પોલીસ હવે સુરક્ષા એજન્સીઓની મદદથી અન્ય વિસ્તારોમાં પણ તપાસ કરી રહી છે.


