- હવે આમ આદમી પાર્ટીમાં ઈસુદાન અને ગોપાલ ઈટાલિયા સિવાય કોઈ નથી રહ્યું
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા કલાકાર વિજય સુવાળા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીના પાર્ટી છોડવાને પગલે આજે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી આજે બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદ કરી ખુલાસો કરશે.આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ અને હોદ્દાઓ પગલે થયેલી નારાજગીમાં પાર્ટી છોડતા હોવાની ચર્ચા કાર્યકતાઓમાં ચાલી રહી છે.આગામી દિવસોમાં હજી કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ પણ પાર્ટી છોડે તેવી પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે.
વિજય સુવાળા ભાજપમાં ગયા અને મહેશ સવાણીએ પાર્ટી છોડી
ગુજરાતમાં આમ આદમી પાર્ટી પ્રજા માટે ત્રીજો વિકલ્પ હોવાની વાત કરતી આમ આદમી પાર્ટીમાં જ વિધાનસભાની ચૂંટણી પહેલા હવે નેતાઓ અને કાર્યકર્તાઓ પાર્ટી છોડી રહ્યા છે.વિજય સુવાળાએ પાર્ટી છોડતી વખતે પોતે કલાકાર હોય અને પોતાના કાર્યક્રમોમાં સમય નથી આપી શકતા તેવી વાત કરી અને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હોવાની વાત કરી હતી.બીજા જ દિવસે તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા અને પોતાના ઘરે પાછો આવ્યો છું તેવી વાત કરી છે.ત્યારે સાંજે પણ આમ આદમી પાર્ટીના સુરતના નેતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પોતે રાજકારણના માણસ નથી પરંતુ સેવા કરનારા માણસ છે તેમ કહીને પોતે આમ આદમી પાર્ટી છોડવાની વાત કરી હતી.


