- હરિઓમ ટીમ્બર વુડમાં રહેલા લાકડામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી ફાયરના ૧૩ જેટલા વાહનોએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
દહેગામ : દહેગામ તાલુકાના ઝાક જીઆઇડીસી ખાતે આવેલ એક લાકડાના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.આ અંગેની જાણ અમદાવાદ ફાયરબ્રિગેડ તથા પોલીસને કરવામાં આવી હતી.ત્યાર બાદ ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સ્થળે લાકડાનો મોટા પ્રમાણમાં જથ્થો હોવાથી લાગેલી આગ પલભરમાં વિકરાળ રૃપ ધારણ કરી લીધું હતું.આગ પર કાબુ મેળવવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડના ૧૩ જેટલા વાહનો અને ૩૫ જેટલા કર્મચારીઓએ બે કલાકની ભારે જહેમતના અંતે આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે આગ બુઝાઇ ત્યાં સુધી કાબુ મેળવવામાં આવે ત્યાં સુધી મોટાભાગનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર દહેગામ તાલુકાના ઝાક જીઆઇડીસીમાં હરિઓમ ટિમ્બર વુડ આવેલી છે.તેની અંદર મોટા પ્રમાણમાં લાકડા કરવામાં આવેલા હતા ત્યારે આજે વહેલી સવારે કોઇ અગમ્ય કારણોસર આ સ્થળે આગ ભભૂકી ઉઠી હતી શરૃઆત સામાન્ય લાગતી આગે વિકરાળ રૃપ ધારણ કરી લીધું હતું.બાદમાં અંગેની જાણ અમદાવાદ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.જેના પગલે અમદાવાદમાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.૩૫ જેટલા ફાયર ના કર્મચારીઓએ ફાયરના ૧૩જેટલા વાહનો દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.બે કલાકના અંતે આગ પર કાબુ મેળવી લેવામાં આવતો ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.આગ કાબૂમાં આવી તે પહેલા અહીં લાખો રૃપિયાની મશીનરી તેમજ લાકડાના બળીને ખાખ થઇ ગયા હતા.આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાથી વધુ વિગતો જાણી શકાઈ નથી પોલીસ ફરિયાદ બાદ આ અંગેની વિગતવાર માહિતી સામે આવશે.


