- અબુ ધાબી એરપોર્ટ પર હૂથીઓના હુમલા બાદ સાઉદીનો જવાબ.ફૂટબોલ ગ્રાઉન્ડમાં રમી રહેલા બાળકો પર મિસાઇલ ત્રાટકતા અનેક બાળકોના મૃત્યુ
સાના : સાઉદી અરેબિયાએ યમનની એક જેલ પર એરસ્ટ્રાઇક કરી હતી,આ હવાઇ હુમલામાં 200થી વધુ લોકો માર્યા ગયા અથવા ઘવાયા હોવાનો દાવો એક રિપોર્ટમાં કરાયો છે.રેડ ક્રોસે જણાવ્યું છે કે આ હુમલામાં કાં તો 200 લોકો માર્યા ગયા અથવા તો ઘવાયા છે જ્યારે આંકડો તેનાથી પણ વધુ હોઇ શકે છે.આ ઘટના ઉત્તરી શહેર શદામાં ઘટી હતી.જેને ઇરાનના સમર્થન વાળા હૂથીઓનો ગઢ માનવામાં આવે છે.
હૂથીઓ ઘણા વર્ષોથી સાઉદી અરેબિયાના સમર્થન વાળી યમન સરકારની સામે લડી રહ્યા છે.જેને પગલે યમનમાં દુનિયાનું સૌથી મોટુ માનવિય સંકટ પેદા થઇ ગયું છે.યમનમાં રેડ ક્રોસ (આઇસીઆરસી)ની આંતરરાષ્ટ્રીય સમિતિએ કહ્યું છે કે 200થી વધુ બંધકો માર્યા ગયા અથવા ઘવાયા છે.
જ્યારે બીજો હુમલો સાઉદી અરેબિયા દ્વારા યમનના ટેલિકોમ્યૂનિકેશન કેંદ્ર પાસે કરવામાં આવ્યો હતો.જેમાં કેટલાક બાળકો માર્યા ગયા હતા.આ હુમલાઓ પછી યમનમાં દેશભરમાં ઇન્ટરનેટ સેવા ઠપ થઇ ગઇ હતી.સેવ ધ ચીલ્ડ્રન નામની સંસ્થાએ કહ્યું હતું કે જ્યારે મિસાઇલો દ્વારા હુમલો થયો ત્યારે અહીંના ફૂટબોલ મેદાન પર અનેક બાળકો રમી રહ્યા હતા.