કોરોના સંક્રમિત થયાના ત્રણ મહિના બાદ જ વેક્સીન લઈ શકાશે,સરકારે કર્યો નિયમોમાં ફેરફાર

192

નવી દિલ્હી,તા.22. જાન્યુઆરી શનિવાર : કેન્દ્ર સરકારે કોરોના વેક્સીન લગાવવાના નિર્ણયમાં મહત્વનો ફેરફાર કર્યો છે.

હવે કોરોનાથી સંક્રમિત થયાના ત્રણ મહિના બાદ જ કોઈ પણ વ્યક્તિને કોરોનાનો ડોઝ આપી શકાશે.આ નિયમ કોરોનાના પહેલા અને બીજા ડોઝ તેમજ પ્રિકોશન ડોઝ પર પણ લાગુ પડશે.

કેન્દ્ર સરકાર દ્વારા નવી ગાઈડ લાઈન અંગે તમામ રાજ્યોને પત્ર લખીને જાણકારી આપવામાં આવી છે.પત્રમાં કહેવામાં આવ્યુ છે કે,વૈજ્ઞાનિકોએ જે તારણ કાઢ્યા છે તેના આધારે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ત્રણ જાન્યુઆરીથી 15  થી 18 વર્ષના યુવાઓને પણ કોરોના વેક્સીન આપવાની મંજૂરી અપાઈ છે.બીજી તરફ ઘરડા લોકો અને ફ્રન્ટ લાઈન વર્કર માટે પણ 10 જાન્યુઆરીથી પ્રિકોશન ડોઝ આપવાનુ શરુ કરાયુ છે.જેને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Share Now