– અમેરિકામાં ઈસ્લામિક સ્ટેટ આતંકવાદને મદદ અને પ્રોત્સાહિત કરવાનો આરોપ
અમેરિકાના સાઉથ ફ્લોરિડામાં રહેતા 29 વર્ષીય યુવકને 15 વર્ષની આકરી કેદની સજા ફટકારવામાં આવી છે.આ યુવકે ઇસ્લામિક ટેરોરિસ્ટ માટે ઈન્ટરનેટ પર બૉમ્બ મેકિંગ ટેક્નિક અને ઈન્સ્ટ્રક્શન પોસ્ટ કરી હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે મિયામી ફેડરલ કોર્ટે સેમ્યુઅલ નામના પૂરાવાના આધારે તેને 15 વર્ષ સુધી સળિયા પાછળ ધકેલ્યો છે.
આ પહેલા ગત વર્ષે ઓક્ટોબર 2021 માં તે આતંકવાદીઓને વિવિધ પ્રકારનું મટીરીયલ મોકલાવ માટે દોષીત પૂરવાર થયો હતો અને તેના માટે તેને 6 વર્ષ અને 8 મહિનાની સજા ફટકારવામાં આવી હતી.રિપોર્ટ્સ મુજબ, નવેમ્બર 2016 માં સેમ્યુઅલએ પાઇપ બૉમ્બ કેવી રીતે બનાવવો અને વિવિધ બૉમ્બ ડિવાઇસ કેવી રીતે અપડેટ કરવા તેની વિગત ઇન્ટરનેટ દ્વારા મોકલાવી હતી.
જેમાં વિવિધ ડોક્યુમેન્ટ ફાઈલ સામેલ હતી.અમેરિકન પોલીસને આશંકા હતી કે આ ડોક્યુમેન્ટ ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓને મોકલવામાં આવ્યા હતા અને આ આરોપી આડકતરી રીતે આતંકવાદને પ્રોત્સાહિત કરતી ગતિવિધિ તેમજ દેશમાં ઇસ્લામિક સ્ટેટ આતંકવાદ વધારવા માટે સપોર્ટ કરી રહ્યો હતો.