– નવી દિલ્હી,તા.22.જાન્યુઆરી.2022 શનિવાર : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ યુપીની વિધાનસભા ચૂંટણી ક્યાંથી લડશે તે અંગે્ની અટકળોનો આખરે અંત આવી ગયો છે.
સમાજવાદી પાર્ટીએ સત્તાવાર જાહેરાત કરીને કહ્યુ છે કે,અખિલેશ યાદવ મેનપુરીની કરહલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણીમાં ઝુકાવશે.અખિલેશ પહેલી વખત વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે.હાલમાં તેઓ આઝમગઢથી સાંસદ છે.પહેલા એવી અટકળો હતી કે,તે ચૂંટણી લડવા માટે આઝમગઢની જ કોઈ વિધાનસભા બેઠક પરથી પસંદગી ઉતારશે.મુલાયમ સિંહ યાદવ હાલમાં મૈનપુરીના સાંસદ છે.અહીંથી તેઓ પાંચમી વખત સાંસદ બન્યા છે.છેલ્લી ચૂંટણીઓથી આ વિસ્તારમાં સપાના જ સાંસદચૂંટાઈ આવે છે.મુલાયમ સિંહે આ વિસ્તારમાં જ પોતાનુ શિક્ષણ લીધુ હતુ અને અહીંયા જ શિક્ષક તરીકે કેરિયર શરુ કરી હતી.
અખિલેશે દરમિયાન કહ્યુ હતુ કે,300 યુનિટ મફત વીજળી આપવાની સાથે સાથે અમારી પાર્ટી આઈટી સેક્ટરમાં 22 લાખ યુવાઓને નોકરી આપશે.


