સંત સંમેલનમાં થઈ જાહેરાત : ભારતને જાહેર કરવામાં આવે હિન્દુ રાષ્ટ્ર,મુસલમાનોનો અલ્પસંખ્યક દરજ્જો થાય રદ

493

સંગમ નગરી પ્રયાગરાજ સ્થિત બ્રહ્મર્ષિ આશ્રમમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.સેંકડોની સંખ્યામાં સાધુ-સંતો આ ધર્મ સંસદમાં સામેલ થયા હતા.આ દરમિયાન સાધુ-સંતોએ ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે તેવો પ્રસ્તાવ પાસ કર્યો હતો.તમામ સંતોની ઉપસ્થિતિમાં કહેવામાં આવ્યું હતું કે,દેશની 125 (સવા સો) કરોડ જનતા પોતે જ ઘોષિત કરે કે,ભારત હિંદુ રાષ્ટ્ર છે અને આજથી તેઓ લખવાનું શરૂ કરે ત્યારે જ આ આંદોલનને વિશાળ સ્વરૂપ મળશે.અંતમાં સરકાર સંતો અને સામાન્ય જનતાના દબાણ આગળ ઝુકી જશે કારણ કે,સંત સંમેલનનું લક્ષ્ય ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનું છે અને ઈસ્લામિક જિહાદ દૂર કરવાનું છે.

Share Now