– રાજકોટ નજીક ના થોરાળા પોલીસ સ્ટેશન ના કોન્સ્ટેબલ દિનેશ માંડાણી ને લોકો એ દારૂ પીધેલી હાલત માં ઝડપી લીધો હોવાની વાતે ભારે ચકચાર જગાવી હતી.
ગતરોજ બપોરે દૂધસાગર રોડ પર માજોઠીનગર નજીક તે બાઇક લઈને આવ્યો હતો અને કોન્સ્ટેબલ માંડાણીએ એક ટ્રકને તપાસ અર્થે રોકતા જ લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા,અને કોન્સ્ટેબલને ઘેરી લીધો હતો.બાઇક ઉપર આવી ટ્રક ને ઉભી રાખી વટ મારનાર કોન્સ્ટેબલ નશાખોર હાલતમાં લાગતા લોકો એ તેને ઘેરી લઈ પોતાના મોબાઇલમાંથી વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું અને લોકો એ કોન્સ્ટેબલના પેન્ટના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની એક બોટલ કાઢી હતી જેમાં કેફી પ્રવાહી જેવું મળી આવતા પોલીસ ને જાણ કરવામાં આવી હતી.જોકે,સમગ્ર મામલે થોરાળા પોલીસે કહ્યુ કે પોલીસ મથકે કોન્સ્ટેબલ માંડાણી અને તેનું બાઇક આવ્યું ત્યારે તેની પાસેથી કોઇ બોટલ મળી નથી,તેમજ તેની સામે નશાનો આક્ષેપ થયો હોવાથી હોસ્પિટલે લઇ જઇ તેનું મેડિકલ કરાવવામાં આવ્યું છે,મેડિકલ રિપોર્ટમાં નશો કર્યાનું ખૂલશે તો તેની સામે કાર્યવાહી કરાશે.